વાણી કપૂર નાના રોજગારો લોકો માટે ફંડ ભેગુ કરશે
- તે એક સ્પર્ધાના પાંચ વિજેતાઓ સાથે વર્ચ્યુઅલ ડેટ પર જશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 31 મે 2020, રવિવાર
કોવિડ ૧૯ના કારણે દૈનિક વેતન મેળવનારા લોકો મુશ્કેલીમાં આવી ગઇ છે. આ માટે વાણી કપૂર પણ તેમને સહાય કરવા આગળ આવી છે. વાણી વર્ચ્યુઅલ ડેટ પર જશે.
વાણીએ જણાવ્યું હતું કે, આ મહામારીમાં લોકોને મદદ કરવી એ માનવતા છે. લોકડાઉનના કારણે મુશ્કેલીમાં આવી ગયેલા લોકો અન ેતેમના પરિવારો માટે મદદના પ્રયાસ કરી રહી છું.
એક સ્પર્ધાના પાંચ વિજેતાઓને મને મળવાની તક આપવામાં આવશે. તેઓ મારી સાથે વર્ચ્યુઅલ ડેટ પર જઇ શકશે. અમે આ દ્વારા ફંડ એકઠું કરીને લોકોને મદદ કરશું.
આ પૈસાનો ઉપયોગ ગરીબ અને શ્રમિકો તથા તેમના પરિવારો તાજુ ગરમઆવી ભોજન કરવામાં માટે વાપરવામાં આવશે. એક ભોજનની કિંમત રૂપિયા ૩૦ હશે જેને મહારાષ્ટ્ર, બેગલુરૂ, ચૈન્નઇ તેમજ અન્ય રાજ્યોમાં કરાવામાં આવશે. આ એક પૌષ્ટિક ભોજન હશે જેમાં દાળ,ભાત,શાક અને રોટલીનો સમાવેશ હશે.