Get The App

વાંગાએ દિપિકાને પરખાવ્યું, ખિસિયાની બિલ્લી ખંભા નોચે..

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
વાંગાએ દિપિકાને પરખાવ્યું, ખિસિયાની બિલ્લી ખંભા નોચે.. 1 - image


- દિપિકા ગંદી પીઆર ગેમ રમે છે : સંદીપ રેડ્ડી વાંગા 

- દિપિકાની જગ્યાએ ફિલ્મ સ્પિરિટમાં તૃપ્તિ ડિમરી ગોઠવાઇ છતાં વિવાદ શમતો નથી 

મુંબઇ : સંદીપ રેડ્ડી વાંગા અને દિપિકા પદુકોણ વચ્ચેનો વિવાદ ઓર વકર્યો  છે. પ્રભાસને લઇને વાંગા સ્પિરિટ નામની ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં તેમણે દિપિકાને સાઇન કરવાના ભરચક પ્રયાસ કર્યા હતા પણ ફીનામામલે બાત ન બનતાં દિપિકાએ આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના સ્થાને તૃપ્તિ ડિમરી ગોઠવાઇ પણ ગઇ છે. પણ સંદીપ રેડ્ડી વાંગા અને દિપિકા વચ્ચેની તુતુમેંમં અટકવાનું નામ લેતી નથી. 

ગઇ રાત્રે સંદીપ રેડ્ડી વાંગાએ દિપિકાનું નામ લીધા વિના તેની આડકતરી ટીકા કરતાં આક્ષેપ કર્યો હતો કે દિપિકા ગંદી પીઆર ગેમ રમે છે. 

વાંગાએ આક્ષેપ કર્યો હતો કે દિપિકાએ તેની ફિલ્મની સ્ટોરીને લીક કરી તેની જાત બતાવી દીધી છે. આ પોસ્ટ વાઇરલ થઇ ગઇ છે. વાંગાએ એક્સ પર તેમની પોસ્ટમાં લખ્યું છે, જ્યારે હું કોઇ એક્ટરને ફિલ્મની સ્ટોરી સંભળાવું ત્યારે હું તેના પર પુરેપુરો ભરોસો મુકું છું. અમારી વચ્ચે એક વણકહ્યો કરાર હોય છે પણ તમે સ્ટોરી લીક કરી તમે એ વ્યક્તિને ઉઘાડી પાડી છે જે તમે છો. 

એક યંગ એક્ટરને નીચું જોવડાવવું અને મારી ફિલ્મની સ્ટોરીને લીક કરવી એ જ શું તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે મેં ઘણા વર્ષો મહેનત કરી છે. મારા માટે ફિલ્મ નિર્માણ એ જ સર્વસ્વ છે. તમને આ સમજાયું નથી. 

તમને આ સમજાશે નહીં. તમને આ કદી સમજાશે નહીં. છેલ્લે વાંગાએ કટાક્ષમાં લખ્યું છે, એમ કરો ફરી વાર આખી સ્ટોરી કહી દેજો. કેમ કે મને જરા પણ ફરક પડતો નથી. મને ખિસિયાની બિલ્લી ખંભા નોચે એ કહેવત ખૂબ ગમે છે. 

દિપિકાએ આઠ કલાકનો વર્કિંગ ટાઇમ, તગડી ફી અને ફિલ્મના નફામાં હિસ્સો જેવી માંગણીઓ કરતાં સંદીપ રેડ્ડી વાંગામાં રહેલોં એનિમલ સ્પિરિટ જાગી ગયો હોય એમ તેમણે દિપિકાની ખબર લઇ નાંખી છે. સવાલ એ છે કે દિપિકા તેનો જવાબ આપશે કે ખિસિયાની બિલ્લી.

Tags :