ફિલ્મોમાં ફલોપ વાણી કપૂર હવે ઓટીટીમાં નસીબ અજમાવશે
- મંડાલા મર્ડર્સ નામની વેબ સીરિઝમાં દેખાશે
- ફિલ્મની જેમ ઓટીટી સ્પેસમાં પણ વાણીને યશરાજ ફિલ્મ્સનો જ સહારો
મુંબઇ : યશરાજ જેવાં બોલીવૂડનાં સૌથી મોટાં અને વગદાર બેનરની સૌથી માનીતી હિરોઈનોમાંની એક હોવા છતાં પણ વાણી કપૂૂર ફિલ્મોમાં સતત ફલોપ રહી છે. હવે યશરાજ દ્વારા જ તેને ઓટીટી સીરિઝમાં પણ તક આપવામાં આવી છે. વાણીની મંડાલા મર્ડર્સ નામની વેબ સીરિઝ ચાલુ મહિનામાં રીલિઝ થવાની છે. વાણીની આ સીરિઝનું ડિરેક્શન ગોપી પુથને કર્યું છે. તેમાં તેની સાથે વૈભવ રાજ ગુપ્તા ઉપરાંત શ્રીયા પીલગાંવકર અને સુરવીન ચાવલા જેવા ઓટીટીના જાણીતા કલાકારો દેખાશે.
વાણીએ તેની કેરિયરમાં મોટાભાગે ફિલ્મોમાં ફક્ત ગ્લેમરની હાજરી પુરાવતા રોલ જ કર્યા છે. તેના નામે 'વોર' જેવી સફળ ફિલ્મ બોલે છે પરંતુ તેની સફળતામાં વાણીનો ફાળો લગભગ શૂન્ય હતો.
વાણીએ થોડા સમય પહેલા ંકોસ્મેટિક સર્જરી કરાવી હતી પરંતું તેનું ધાર્યું પરિણામ નહિ આવ્યું હોવાનું પણ ચર્ચાય છે.