Get The App

શું જીવિત છે સિદ્ધુ મૂસેવાલા હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર? આ સ્ટાર્સને આપી ચૂક્યો છે હત્યાની ધમકી

Updated: May 2nd, 2024

GS TEAM

Google News
Google News
શું જીવિત છે સિદ્ધુ મૂસેવાલા હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર? આ સ્ટાર્સને આપી ચૂક્યો છે હત્યાની ધમકી 1 - image

Goldy Brar Murder: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેલિફોર્નિયામાં ફેરમોન્ટ હોટલની બહાર ગત મંગળવારે બે યુવકોને ગોળી મારી દેવામાં આવી હતી. જેમાંથી એકનું એ જ હોસ્પિટલમાં મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોલ્ડી બરાડની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અમેરિકન પોલીસે ગોલ્ડી બ્રારની હત્યાના દાવા સાથે જોડાયેલા રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

આ સમાચાર બાદ કેટલાક લોકોની મુશ્કેલી વધી શકે છે કારણ કે ગોલ્ડીએ ઘણા સેલેબ્સને મારી નાખવાની ધમકી આપી હતી. 

ગોલ્ડી બ્રાર કયા સેલેબ્સને મારી નાખવાની ધમકી આપી હતી

ગોલ્ડી બ્રારની હિટ લિસ્ટમાં સલમાન ખાન ટોપ પર છે. સલમાન ખાન બિશ્નોઈ ગેંગના હિટ લિસ્ટમાં છે. તાજેતરમાં જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સોશિયલ મીડિયા પર લીધી હતી. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા લાંબા સમયથી ગોલ્ડી બ્રારની હિટ લિસ્ટમાં હતા. ગોલ્ડી બ્રારે જ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરાવી હતી. 

લોરેન્સ બિશ્નોઈએ પણ સલમાનને મારવાની ધમકી આપી છે

કાળા હરણ કેસ બાદથી જ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ છે. લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી પણ આપી છે.

સલમાન ખાન ઉપરાંત પંજાબી રેપર હની સિંહ પણ ગોલ્ડી બ્રારની યાદીમાં છે. એકવાર હની સિંહે કહ્યું હતું કે ,ગોલ્ડીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. ગોલ્ડીએ તેને વોઇસ નોટ મોકલી હતી. જે બાદ હની સિંહે દિલ્હીના સ્પેશિયલ સેલમાં ફરિયાદ નોંધાવી હતી અને સુરક્ષાની માંગ કરી હતી.

આ પણ વાંચો: સલમાન ખાન ફાયરિંગ કેસઃ આરોપીઓને હથિયારો પહોંચાડનારા અનુજ થાપનની આત્મહત્યા