ઉર્ફી જાવેદે ફરી અતરંગી ડ્રેસ સાથે શેર કર્યો વીડિયો, પોતાને જ આપી દીધો આ એવોર્ડ
નવી મુંબઇ,તા. 31 ડિસેમ્બર 2022,શનિવાર
'મેરી દુર્ગા' અને 'બેપન્નાહ' જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી ઉર્ફી જાવેદ હવે તેના કપડાંને લઈને ચર્ચામાં છે. એ પણ છે કે, ઉર્ફી જાવેદની ફેશન સેન્સ સાથે આ દુનિયામાં કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. ઉર્ફી જાવેદ કેવા કપડાં બનાવે છે અને પહેરે છે તેનો કોઈ જવાબ નથી. 2022ના એન્ડમાં હવે
ઉર્ફી જાવેદ નકામી વસ્તુઓમાંથી પણ કપડા બનાવી દે છે. સાઈકલ ચેઈન, સોય, કાચના ટુકડા, મોબાઈલ, સિમ અને કોલ્ડ ડ્રિંકના ઢાંકણા બાદ હવે અભિનેત્રી નકલી નખનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
ઉર્ફી જાવેદે શેર કર્યો વીડિયો
આ વીડિયોમાં અભિનેત્રી નેલ ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે. તેણે અપર ક્રોપ ટોપ અને નખથી બનેલું સ્કર્ટ પહેર્યું છે. પર્પલ નેલ્સમાંથી તેનો બનાવેલો ડ્રેસ જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યો છે.
ઉર્ફી જાવેદે આ વિડિયો શેર કરતાં પોતાને જ 'એવોર્ડ' આપ્યો છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, "2022નો સૌથી ખરાબ પોશાક પહેરેલ, સૌથી બેશરમ, સૌથી વધુ નાપસંદ વ્યક્તિ ઉર્ફી જાવેદ છે."
ઉર્ફી જાવેદનો આ રંગીન અવતાર જોઈને ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. જ્યારે, હંમેશાની જેમ, તેમની ટીકા કરનારાઓની કોઈ કમી નથી.