Get The App

આલિયાના લગ્નની કંકોતરી ન મળ્યાનો કાકા મુકેશ ભટ્ટને રંજ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
આલિયાના લગ્નની કંકોતરી ન મળ્યાનો કાકા મુકેશ  ભટ્ટને રંજ 1 - image


- ભટ્ટ પરિવારના વિખવાદો સપાટી પર 

- હજુ સુધી આલિયાની દીકરી રાહાનો ચહેરો પણ જોવા નથી મળ્યો

મુંબઇ : મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ વચ્ચના સંબંધોમમાં તિરાડ પડી ગઈ છે. આલિયા ભટ્ટના લગ્નમાં તેને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું તેનો વસવસો હજી  હોવાનું તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મુકેશ ભટ્ટે એમ પણ કહ્યું હતુ ંકે, રાહાના જન્મ  પછી પણ તેને લગતા કોઈ પ્રસંગમાં મને બોલાવાયો નથી. 

મુકેશ ભટ્ટે પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, આલિયા ભટ્ટના લગ્નનું આમંત્રણ ન મળતાં મને આશ્ચર્યની સાથેસાથે દુ:ખ પણ થયું હતું. હું ભાઇ મહેશ ભટ્ટની પુત્રીઓ પણ મારી દીકરી જેવી જ લાગણી છે. મને આલિયાના લગ્ન માણવાની બહુ જ ઇચ્છા હતી. 

એટલું જ નહીં મુકેશ ભટ્ટે પોતાનો વસવસો આગળ જણાવતાં કહ્યું હતું કે, આલિયા-રણબીરની પુત્રી રાહાના જન્મથી લઇને કોઇ પણ પ્રસંગે મને બોલાવવામાં આવ્યો નથી.મને રાહાને રમાડવાનો કે તેને વહાલ કરવાનો મોકો પણ આપવામાં આવ્યો નથી. તે હાલ ત્રણ વરસની થઇ ગઇ છે મને તેને મળવાની બહુ  ઈચ્છા છે પરંતુ તે હજુ સુધી ફળીભૂત થઈ નથી. 

ઉલ્લેખનીય છે કે મુકેશ ભટ્ટની ગણના બોલીવૂડના એક સમયના  ટોચના નિર્માતાઓમાં થાય છે. મહેશ ભટ્ટ કેમ્પની ગણાય છે તેવી ઘણીખરી ફિલ્મોનું નિર્માણ તેમણે કહ્યું છે. 

Tags :