Coolie First Review: રજનીકાંતની ફિલ્મ 'કુલી'નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, ટિકિટ ખરીદતાં પહેલા જરૂર વાંચો
Coolie First Review: સાઉથના સુપરસ્ટાર રજનીકાંત આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ 'કુલી'ને લઈને ટ્રેન્ડમાં છે. અભિનેતાની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે તે વચ્ચે અભિનેતા અને તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને લોકેશ કાનગરાજની 'કુલી'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ. ત્યારબાદ તેનો રિવ્યુ પણ શેર કર્યો.
રજનીકાંતને ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પુરા
ઉદયનિધિ સ્ટાલિને 'કુલી'નું રિવ્યુ શેર કરતા ફિલ્મને 'માસ ઇન્ટરટેનર' જણાવી. ઉપમુખ્યમંત્રીએ રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરવા પર વધામણા પણ આપી. તેમને લખ્યું કે, 'સુપરસ્ટાર રજનીકાંત સરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 શાનદાર વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા આપતાં મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.'
ઉપમુખ્યમંત્રીએ રિવ્યુ શેર કર્યો
તેમણે 'કુલી'ની પ્રશંસા કરતાં કહ્યું કે, 'તેમને ખાતરી છે કે આ ફિલ્મ દર્શકોનું મનોરંજન પૂરું પાડશે. મોસ્ટ એવેટેડ ફિલ્મ કુલીની એક ઝલક જોવાનો અવસર મળ્યો. મેં આ દમદાર અને મનોરંજક ફિલ્મનો પૂરો આનંદ માણ્યો અને મને ખાતરી છે કે આ દુનિયાભરના દર્શકોનું દિલ જીતી લેશે.'
CM સ્ટાલિને 'કુલી'ની ટીમને શુભેચ્છા આપી
CM સ્ટાલિને 'કુલી'ની ટીમને શુભેચ્છા આપતા લખ્યું કે, 'રજનીકાંત સર, સન પિક્ચર્સ, સથ્યરાજ સર, લોકેશ, આમીરખાન સર, નાગાર્જુન સર, નિમ્માઉપેન્દ્ર સર અને આ ફિલ્મની પાછળની આખી ટીમને મારી હાર્દિક શુભેચ્છાઓ.'