Get The App

પ્રખ્યાત ટીવી શૉ 'ભાભીજી ઘર પર હૈ'ના લેખક મનોજ સંતોષીનું 49 વર્ષની વયે નિધન

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
પ્રખ્યાત ટીવી શૉ 'ભાભીજી ઘર પર હૈ'ના લેખક મનોજ સંતોષીનું 49 વર્ષની વયે નિધન 1 - image

Manoj Santoshi Passes Away: પ્રખ્યાત ટીવી શૉ 'ભાભીજી ઘર પર હૈ' સહિત અનેક જાણીતા ટીવી શૉના લેખક મનોજ સંતોષીનું હૈદરાબાદની હોસ્પિટલમાં સોમવારે(24 માર્ચ, 2025) નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ ઘણાં સમયથી લિવર કેન્સરની બીમારીથી પીડિત હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમના નિધનથી ટીવી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. 

મનોજ સંતોષી ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના રામઘાટના રહેવાસી હતા. તેમણે જરગંવા સ્થિત ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો. સિંગર બનવાનું સપનું લઈને તેઓ મુંબઈ ગયા. ત્યાં એક લેખક સાથે તેમની મુલાકાત થયા બાત તેમણે લેખનને પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેમણે ખુબ સંઘર્ષ કર્યો હતો.