Get The App

35 વર્ષની વયે ટીવી એક્ટર નીતિન ચૌહાણનું નિધન, મિત્રનો દાવો- આપઘાત કર્યો

Updated: Nov 8th, 2024

GS TEAM

Google News
Google News
Nitin Chauhan


Nitin Chauhan Passed Away: 35 વર્ષના લોકપ્રિય ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. નીતિને ઘણા ટીવી શોમાં શાનદાર અભિનય કર્યો હતો. નીતિનના આકસ્મિક નિધનથી તેના તમામ ચાહકો દુખી છે. યુપીના અલીગઢના રહેવાસી શો 'દાદાગીરી 2' ઉપરાંત સ્પ્લિટ્સવિલાની સીઝન 5 પણ જીત્યા હતા.

નીતિને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું 

ટીવી શો 'તેરા યાર હું મેં' ફેમ નીતિન ચૌહાણની અચાનક વિદાયથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. નીતિનના નજીકના મિત્ર કુલદીપે જણાવ્યું હતું કે, 'મને આજે સવારે (7 નવેમ્બર) ખબર પડી જ્યારે નીતિનના પિતા અને બહેને મને ફોન કરીને કહ્યું કે નીતિનનું નિધન થઈ ગયું છે. તેણે જણાવ્યું કે મૃત્યુનું કારણ આત્મહત્યા છે. અમે એટલા જ આઘાતમાં છીએ કારણ કે તેઓ આવતા મહિને દિલ્હી આવવાના હતા. અમે ખાટુ શ્યામજીના મંદિરે જવાની યોજના બનાવી હતી.'

આ પણ વાંચો: 'સલમાન ખાનમાં હિંમત હોય તો એને બચાવી લે...', ફરી લોરેન્સ ગેંગ તરફથી મળ્યો ધમકીભર્યો મેસેજ

આ ટીવી સિરિયલોમાં અભિનય કર્યો

નીતિને રિયાલિટી શો 'દાદગીરી 2' જીતીને ઘણી ઓળખ મેળવી હતી. આ સિવાય નીતિને 'ઝિંદગી ડોટ કોમ', 'ક્રાઈમ પેટ્રોલ' અને 'ફ્રેન્ડ્સ' જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને 'ક્રાઈમ પેટ્રોલ'થી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. નીતિન છેલ્લે 2022માં 'તેરા યાર હૂં મેં' શોમાં જોવા મળ્યો હતો. 

35 વર્ષની વયે ટીવી એક્ટર નીતિન ચૌહાણનું નિધન, મિત્રનો દાવો- આપઘાત કર્યો 2 - image


Tags :