તૃપ્તિએ સેમ સાથેના સંબંધો લગભગ ઓફિશિયલ કરી દીધા
- સેમના ગોવા રિસોર્ટમાં રજા માણવા પહોંચી
- હવે પોતાના ફોટાઓમાં બોયફ્રેન્ડ સેમને બેધડક ટેગ પણ કરવા માંડી
મુંબઇ : તૃપ્તિ ડિમરી અને તેના બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટના સંબંધો આમ તો જગજાહેર છે. જોકે, તૃપ્તિએ હવે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો લગભગ ઓફિશિયલ કરી દીધા છે.
તૃપ્તિએ તાજેતરમાં પોતાના ગોવાના વેકેશનના ફોટા પોસ્ટ કર્યા છે. તેમાં તેણે સેમને ટેગ પણ કર્યો છે. તૃપ્તિ ગોવામાં સેમની માલિકીના જ એક રિસોર્ટમાં હોવાનું અનુમાન છે.
તૃપ્તિએ શેર કરેલા ફોટા સેમ મર્ચન્ટે પણ રિપોસ્ટ કર્યા છે. જોકે, બંનેએ પોતાનો કોઈ કપલ ફોટો શેર કર્યો નથી.
તૃપ્તિ અને સેમ આ પહેલાં પણ ભારતમાં તથા વિદેશમાં પણ સાથે વેકેશન માણવા જઈ આવ્યાં છે. બંને એકબીજાના ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપવા લાગ્યાં છે. તે પરથી બંનેના પરિવારોએ આ સંબંધ માટે સંમતિ આપી દીધી હોવાનું મનાય છે.