Get The App

'નેશનલ ક્રશ' તૃપ્તિ ડિમરીને બોલ્ડ ઈમેજથી છુટકારો મેળવવો છે? અભિનેત્રીએ લોકોની બોલતી બંધ કરી

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
Triptii Dimri

Triptii Dimri: તાજેતરમાં અભિનેત્રી તૃપ્તિ ડિમરી ચર્ચામાં હતી. એવી અટકળો હતી કે અભિનેત્રીને આશિકી-3માંથી કાઢી નાખવામાં આવી હતી કારણ કે તૃપ્તિએ એક બોલ્ડ ઈમેજ વિકલાવી છે અને નિર્માતાઓ તેના માટે નિર્દોષ ચહેરાની શોધી કરી રહ્યા હતા. જોકે, નિર્દેશક અનુરાગ બાસુએ આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. 

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં મહત્ત્વની ભૂમિકા ભજવ્યા બાદ તૃપ્તિની કારકિર્દી નવી ઊંચાઈઓને સ્પર્શવા લાગી છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ સ્વીકાર્યું કે, તે અમૂક પ્રકારની ટીકાઓથી પરેશાન થતી નથી.

હું અમૂક પ્રકારની ટીકાઓથી પરેશાન છું: તૃપ્તિ

અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ એક મેગેઝિન સાથે મુલાકાતમાં 'એનિમલ' અને 'બેડ ન્યૂઝ'માં તેની ભૂમિકાઓ વિશે ખુલાસો કરતાં કહ્યું કે, 'મને આ પાત્રો પસંદ કરવામાં કોઈ અફસોસ નથી. હું એવી વ્યક્તિ છું જે 100% આપવા માંગે છે. જો મને કોઈ પાત્ર અથવા વાર્તા રસપ્રદ લાગે તો હું તેને મારું સર્વસ્વ આપવા માંગુ છું. અત્યારે હું શીખી રહી છું. આપણે હંમેશા દરેક વસ્તુને પસંદ કરતા નથી. કેટલાક લોકો તમને ગમશે અને કેટલાક એવા હશે જેઓ નહીં. તમે તેને ધ્યાનમાં રાખી શકતા નથી. તમારે તમારા દિલની વાત સાંભળવી પડશે અને તમને જે યોગ્ય લાગે તે કરવું પડશે.'

મારો હેતુ વિવિધ પાત્રો ભજવવાનો છે

વાતચીત દરમિયાન જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે જાણીજોઈને પોતાની બોલ્ડ ઈમેજથી દૂર જવાનો પ્રયાસ કરી રહી છે? અભિનેત્રીએ તરત જ આવા દાવાઓને નકારી કાઢતા કહ્યું, 'હું નદીના પ્રવાહ જેમ વહેવા માંગુ છું. મારો હેતુ વિવિધ પાત્રો ભજવવાનો છે કારણ કે સેટ પર કંટાળો અનુભવવા માંગતી નથી. હું ત્યાં જવા માંગતી નથી અને મને લાગે છે કે હું તે જાણું છું. હું પડકાર અનુભવવા માંગુ છું. આ કેવી રીતે થશે તે વિચારવા માંગું છું? અને પછી હું તેને પૂર્ણ કરવા માંગુ છું. જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે મને એક અભિનેત્રી તરીકે સંતોષ જોઈએ છે.'

'નેશનલ ક્રશ' તૃપ્તિ ડિમરીને બોલ્ડ ઈમેજથી છુટકારો મેળવવો છે? અભિનેત્રીએ લોકોની બોલતી બંધ કરી 2 - image