Get The App

4 મહિલા બાઈકર્સની ટ્રિપની કહાની દર્શાવતી ફિલ્મ 'Dhak Dhak'નું ટ્રેલર રિલીઝ

Updated: Oct 9th, 2023

GS TEAM


Google News
Google News
4 મહિલા બાઈકર્સની ટ્રિપની કહાની દર્શાવતી ફિલ્મ 'Dhak Dhak'નું ટ્રેલર રિલીઝ 1 - image


                                                           Image Source: Twitter

મુંબઈ, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

ફાતિમા સના શેખ છેલ્લા ઘણા સમયથી પોતાની આગામી ફિલ્મ ધક ધકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રત્ના પાઠક શાહ, દીયા મિર્ઝા અને સંજના સાંઘી જેવી અભિનેત્રીઓ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મહિલા બાઈકર્સ પર આધારિત છે. જે બાઈક પર લેહ લદ્દાખ જવાનું સપનુ જુએ છે અને તમામ મળીને એકબીજાની મદદથી પોતાના આ સપનાને પૂરુ કરવાની દિશામાં અગ્રેસર રહે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યુ છે.

ફાતિમા સના શેખની ધક ધકનું ટ્રેલર રિલીઝ

ધક-ધક ફિલ્મના 3 મિનિટ લાંબા ટ્રેલરની શરૂઆત દર્શકોને આ કહાનીના ચાર મુખ્ય પાત્રોથી પરિચિત કરાવવાની સાથે થાય છે. આ ચાર યુવતીઓને બાઈક ચલાવવુ પસંદ છે. ટ્રેલરમાં રત્ના પાઠક શાહ જ્યારે બાઈક ચલાવે છે તો અમુક યુવકો તેમની મજાક ઉડાવે છે, જેનો અભિનેત્રી જડબાતોડ જવાબ આપતી પણ નજર આવે છે. જે બાદ તે તમામ વિશ્વની સૌથી ઊંચી મોટર બાઈક યાત્રા શરૂ કરવાનો પ્લાન બનાવે છે. તેઓ ખારદુંગા લા તરફ જાય છે, જે લદ્દાખના લેહ જિલ્લામાં આવેલુ છે. 

ફિલ્મ ચાર મહિલા બાઈકર્સની ટ્રિપની કહાનીને દર્શાવે છે 

ફિલ્મનું ટ્રેલર યુવતીઓના સાહસ વિશેની એક કહાનીની ઝલક આપે છે. સાથે જ એ પણ જણાવે છે કે વિભિન્ન ધર્મો સાથે સંબંધિત હોવા છતાં તેઓ એક સાથે કેવી રીતે રહે છે. ધક ધકનું નિર્દેશન વરુણ ડુડેજા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મની કહાની પારિજાત જોશીએ લખી છે. તાપસી પન્નૂની આઉટસાઈડર્સ ફિલ્મ્સ અને વાયાકોમ 18 સ્ટુડિયોએ BLM પિક્ચર્સ સાથે મળીને ધક ધકનું નિર્માણ કર્યુ છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફાતિમાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર ધક ધકનું ટ્રેલર શેર કરતા લખ્યુ, ક્યારેક-ક્યારેક, પોતાના સપનાને જીવવા માટે તમારે બસ એક તક મેળવવાની જરૂર હોય છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. 

Tags :