Get The App

ટાઈગરની 'ગણપત' બરાબર ચાલી નહીં! પહેલા જ દિવસે ખૂબ ઓછી કમાણી, જાણો કલેક્શન

Updated: Oct 21st, 2023

GS TEAM

Google News
Google News
ટાઈગરની 'ગણપત' બરાબર ચાલી નહીં! પહેલા જ દિવસે ખૂબ ઓછી કમાણી, જાણો કલેક્શન 1 - image

Image Source: Twitter

- ફિલ્મ 'ગણપત'નું બજેટ 150 થી 200 કરોડની વચ્ચે છે 

- આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે.

મુંબઈ, તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'ગણપત' શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ સાબિત થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસપોન્સ નથી મળી રહ્યો. આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર આશા કરતા પણ ખૂબ જ ઓછી કમાણી કરી છે. બીજી તરફ ફિલ્મ વિજય થલાપતિની ફિલ્મ Leoના રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર આવી છે તેમ છતાં ટાઈગરના ચાહકો તેને અત્યાર સુધીની સૌથી ખરાબ ફિલ્મ ગણાવી રહ્યા છે. બીજી તરફ  Leoએ તેના શરૂઆતના દિવસે રૂ. 63 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે Sacnilk ટ્રેડ પ્રમાણે ગણપતનું કલેક્શન 21મી ઓક્ટોબરે ગણપત ઉંધા માથે પછડાઈ હતી.

Sacnilk ના બોક્સ ઓફિસ આંકડા પ્રમાણે 'ગણપત'એ શુક્રવારના ઓપનિંગ ડે પર માત્ર 2.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું પરંતુ એવું માનવામાં આવે છે કે કદાચ આ ફિલ્મ લીઓની જેમ નહીં પણ વીકેન્ડ પર સારો બિઝનેસ કરી શકે છે.

'ગણપત'નું બજેટ 150 થી 200 કરોડની વચ્ચે છે પરંતુ એવું લાગતું નથી કે ફિલ્મ કલેક્શનમાંથી તેનો ખર્ચ વસૂલ કરી શકશે. આ ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલે પ્રોડ્યૂસ કરી છે. તે વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે.

Tags :