Get The App

ધૂમ ફોરના કારણે ટાઈગર વર્સિસ પઠાણ ફિલ્મ મુલત્વી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
ધૂમ ફોરના કારણે ટાઈગર વર્સિસ પઠાણ ફિલ્મ મુલત્વી 1 - image


- શાહરૂખ-સલમાન સાથે  પડદા પર નહિ દેખાય

- સ્પાય યુનિવર્સમાં વિક્કી કૌશલ સહિતના નવા કલાકારો દાખલ કરવા નિર્ણય

મુંબઇ : સલમાન ખાન અને શાહરુખ ખાનની 'ટાઈગર વર્સિસ પઠાણ' ફિલ્મ મુલત્વી રાખવામાં આવી હોવાનો ગણગણાટ બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે.

 હવે એવી વાત બહાર આવી છે કે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ દ્વારા હાલ 'ધૂમ ફોર'ના પ્રોજેક્ટ પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે 'ટાઈગર વર્સિસ પઠાણ' પ્રોજેક્ટ હાલ પૂરતો પડતો મૂકી દેવામાં આવ્યો છે. 

સૂત્રોના દાવા અનુસાર આમ પણ આદિત્ય ચોપરા છેલ્લા કેટલાક સમયથી  સ્પાય યુનિવર્સમાં નવા કલાકારો  દાખલ કરવાનું વિચારી રહ્યો છે. તેણે વિક્કી કૌશલ જેવા નવી પેઢીના કલાકારોનો આ માટે સંપર્ક સાધ્યો છે. બીજી તરફ સલમાનની 'ટાઈગર થ્રી' સ્પાય યુનિવર્સમાં સૌથી નબળી ફિલ્મ સાબિત થઈ હતી. 

કમર્શિઅલી પણ સલમાનનું માર્કેટ સાવ ઠંડુ પડી ગયું છે. આ સંજોગોમાં હવે 'ટાઈગર વર્સિસ પઠાણ'ને આગળ વધારવામાં હાલ પ્રોડક્શન હાઉસને બહુ  રસ રહ્યો નથી. 

આદિત્ય ચોપરાની પહેલી ફિમેલ સ્પાય પરની ફિલ્મ 'આલ્ફા'માં પણ આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ એમ બે નવી  જનરેશનની હિરોઈનોને મુખ્ય ભૂમિકા સોંપાઈ છે. 

Tags :