શાહરૂખ ખાને કાશ્મીર નહીં જવાના લીધા હતા સોગંદ, કહ્યું- મારા પિતાનું નિધન...

હું ઇટાલી અને ઈસ્તાંબુલ જઈ શકું છું પરંતુ કાશ્મીર નહી-શાહરૂખ ખાન

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
શાહરૂખ ખાને કાશ્મીર નહીં જવાના લીધા હતા સોગંદ, કહ્યું- મારા પિતાનું નિધન... 1 - image

શાહરૂખ ખાનનો એક થ્રોબેક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન એક શોના સેટ પર અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ અમિતાભ બચ્ચનને એક કિસ્સો સંભળાવે છે. તે આ વાતનો ખુલાસો કરતો જોવા મળી રહ્યો છે કે આજ સુધી તે કાશ્મીર કેમ નથી ગયો. 

શાહરૂખે કર્યો ખુલાસો

વાયરલ થઇ રહેલા વીડિયોમાં શાહરૂખ તેના પિતા મીર તાજ મોહમ્મદને યાદ કરે છે અને કહે છે, 'મારા દાદી કાશ્મીરી હતા. એક વખત મારા પિતાએ મને કહ્યું હતું કે બેટા, તારે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ઇટાલી, ઈસ્તાંબુલ અને કાશ્મીરની મુલાકાત જરૂર લેવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે હું તેમનાં વિના ઇટાલી અને ઈસ્તાંબુલ જઈ શકું છું પરંતુ કાશ્મીર નહી. તેમણે કહ્યું હતું કે હું તેમની સાથે જ કાશ્મીર જઈશ કારણ કે તે મને ખુદ કાશ્મીર બતાવવા માંગે છે.'

ભાવુક થયો શાહરૂખ

શાહરૂખ ખાન પોતાના પિતા વિશે વાત કરતા ભાવુક થઇ ગયો હતો. તેણે આગળ જણાવ્યું, ' જયારે હું નાનો હતો ત્યારે મારા પિતાનું નિધન થઇ ગયું હતું. હું આખી દુનિયા ફરી ચુક્યો છું પરંતુ આજ સુધી કાશ્મીર નથી ગયો. એવું નથી કે મને મોકો નથી મળ્યો, મિત્રોએ બોલાવ્યો, પરિવારના લોકો ફરી આવ્યા પરંતુ હું કાશ્મીર નથી ગયો, કેમ કે મારા પિતાએ કહ્યું હતું કે કાશ્મીર મારા વિના ફરવા ન જતો, હું તને કાશ્મીર બતાવીશ.'

શાહરૂખને 57 વર્ષ બાદ આ કારણે કાશ્મીર જવું પડ્યું

જો કે 57 વર્ષ બાદ શાહરૂખ ખાનને કાશ્મીર જવું પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખે કાશ્મીર ન જવાની પૂરી કોશિશ કરી હતી. તેણે દરેક રીતે કાશ્મીરની મુલાકાત મોકૂફ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીના કારણે તેને કાશ્મીર જવું પડ્યું. રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ 'ડંકી'નું એક શેડ્યુલ કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યું છે અને શાહરૂખે એપ્રિલ 2023માં કાશ્મીરની મુલાકાત લીધી હતી. 


Google NewsGoogle News