એક સમયે જયા અને રેખા હતા ગાઢ મિત્રો: રેખા જયાને કહેતી 'દીદીભાઈ'
- અત્યારે એકબીજાની સામે આવવું પણ નાપસંદ
- 'સિલસિલા' ફિલ્મ તેમના જીવનનો અરીસો
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2017 બુધવાર
બોલિવુડમાં કેટલાક સિતારા એવા છે, જેના જીવનમાં સૌથી રસપ્રદ વાત જ તેમના જીવનની કડવી યાદ બની ગઈ હોય.
આ જ પ્રકારની વાતમાં અભિનેત્રી રેખા અને જયા બચ્ચનનું નામ સૌથી મોખરે આવે છે. એક સમયે ખાસ મિત્રો રહી ચૂકેલા જયા અને રેખા હવે એકબીજાની સામે આવવું પણ પસંદ કરતા નથી.
કહેવામાં આવે છે કે રેખા અને જયા બચ્ચન પોતાનો રૂમ શેર કરતા હતા અને રેખા તેમને દીદીભાઈ બોલાવતી હતી. આ મધુર સંબંધમાં એવી કડવાસ ભેળવાઈ કે બધુ બદલાઈ ગયું. રેખાએ જયાના બોયફ્રેન્ડ અને બાદમાં પતિ બનેલા અમિતાભની સાથે એક ફિલ્મ મળી. જે બાદ ત્રણેનો સંબંધ પ્રેમ ત્રિકોણ બની ગયો છે.
આ ઈન્ટરવ્યુમાં રેખાને કહ્યું હતુ કે અમિતાભની સાથે આ પહેલી મુલાકાતે એની પર જાદૂ કરી દીધો હતો. એક અલગ સ્ટાઈલની સાથે ખુરશી પર બેસવુ, પોતાની પર્સનલ વાતો, પોતાના ઈમોશનને કોઈની સામે આવવા ના દેવા જેવા અમિતાભની દરેક વાતનો જાદુ તેમના ઉપર છવાઈ ગયો.
રેખાએ આગળ કહ્યું કે અમિતાભ અને તેમની જોડી ખૂબ જામી. 10 ફિલ્મો સાથે કર્યા બાદ તેમની કહાની ફિલ્મી પરદાથી બહાર પણ આવી ગઈ. તમામ મસાલા સાથે કેટલાય પ્રકારની વાતો કરવામાં આવી. એકસ્ટ્રા મેરિટલ અફેર પર બનેલી ફિલ્મ સિલસિલામાં રેખા અને તેમની દીદીભાઈ જયા પણ સાથે હતી. કહેવાયુ કે આ ફિલ્મ તેમની રીઅલ જીંદગીનો જ અરીસો છે
રામ-બલરામના પ્રોડ્યુસર ટીટો ટોની અમિતાભ બચ્ચન અને રેખાની જોડીને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પરંતુ જ્યારે જયાએ તેમને રેખાની જગ્યાએ કોઈ બીજી અભિનેત્રીને લેવાની સલાહ આપી તો તે માની ગયા. જે બાદ ટોનીએ રેખાની જગ્યાએ ઝીનત અમાનને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો.
પરંતુ જ્યારે એ વાતની જાણકારી રેખાને મળી તો તે ફી લીધા વિના કામ કરવા તૈયાર થઈ ગઈ. ત્યારે પ્રોડ્યુસરે તેમની વાત માની લીધી અને તેમને જ રોલ આપવાનું કહી દીધુ.
જ્યારે ફિલ્મની કાસ્ટિંગનું એલાન થયુ તો જયા બચ્ચન ઘણુ ગુસ્સે થઈ તે સેટ ઉપર કહ્યા વિના પહોંચી જતી અને અમિતાભને રેખાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતી.
એક દિવસ આવી જ રીતે અચાનક ફિલ્મના સેટ પર જયા પહોંચી અને રેખાને અમિતાભ સાથે વાત કરતા જોઈ તો તેમને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે કંઈ પણ પૂછ્યા વિના રેખાને એક જોરદાર થપ્પડ લગાવી દીધો.
લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો