ઠોર એન્ડ ટર્મિનેટરના અભિનેતાએ કરેલો આપઘાત
-આપઘાત કરવા અગાઉ સોશ્યલ મિડિયા પર પોસ્ટ મૂકી હતી
-મોન્સ્ટર પોઝ નામના બેન્ડ સાથે પણ જોડાયેલો હતો
લોસ એંજલ્સ તા.18 મે 2019 શનિવાર
સુપરહિટ એક્શન ફિલ્મ ઠોરમાં પેટ સ્ટોરના રિસેપ્શનીસ્ટની ભૂમિકા ભજવનારા અભિનેતા સંગીતકાર આઇઝેક કેપીએ આપઘાત કર્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા.
એરિઝોનાના ફ્લેગસ્ટાફ પાસેના એક પુલ પરથી છલાંગ લગાવીને આઇઝેકે જીવન ટૂંકાવ્યું હતું. કેપીએ ટર્મિનેટર સાલ્વેશનમાં બાર્બારોઝાનો રોલ પણ કર્યો હતો. આઇઝેક ૪૨ વર્ષનો હતો.
અભિનેતા હોવા ઉપરાંત આઇઝેક મોન્સ્ટર પોઝ નામના બેન્ડ સાથે સંગીતકાર તરીકે પણ સંકળાયેલો હતો. આપઘાત કરવા અગાઉ એણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી જેમાં જણાવ્યા મુજબ 'મેં સુધરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ મને સફળતા ન મળી... હું એક બૂરો જણ છું જેણે ડ્રગ ચોરી ચોરીને ખાઇ ખાને પોતાના આરોગ્યને ઘણું નુકસાન પહોંચાડયું... મેં ઘણાને દગો આપ્યો અને છેતર્યા...હું મારી જાતથી શરમિંદગી અનુભવું છું... શક્ય હોય તો મને માફ કરી દેજો...'