રોહિત શેટ્ટીની ફિલ્મ Singham Again માં વિલનના પાત્ર માટે આ એક્ટરની પસંદગી કરાઈ
Image Source: Facebook
મુંબઈ, તા. 15 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ગત ફિલ્મો સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ સુપર હિટ રહી હતી. હવે તેઓ પોતાના સુપર કોપની નવી ફિલ્મ સિંઘમ રિટર્ન્સ પર કામ કરી રહ્યા છે. રોહિત શેટ્ટી અત્યારે ફિલ્મના પ્રી-પ્રોડક્શનને લઈને ચર્ચામાં છે. દરમિયાન ફિલ્મમાં વિલનના પાત્રને લઈને અપડેટ આવી છે.
રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સિંઘમ અગેનને લઈને અપડેટ આવી છે. ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. સિંઘમ અગેનની સ્ટાર કાસ્ટને મેકર્સ સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. હવે ફિલ્મમાં વિલનના નામ પરથી પણ પડદો ઉઠી ગયો છે.
રોહિત શેટ્ટીની ગત ફિલ્મો સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ સુપર હિટ રહી હતી. હવે ચાહકો ફિલ્મના આગામી પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શેટ્ટી પણ દર્શકોનું દિલ તોડવા માંગતા નથી અને સિંઘમ અગેનને બેસ્ટ બનાવવામાં કોઈ ચૂક કરવા માંગતા નથી.
વિલન કોણ હશે
સિંઘમ અગેનને લઈને તાજેતરમાં જ માહિતી આવી હતી કે ફિલ્મમાં ટાઈગર શ્રોફની એન્ટ્રી થઈ છે. હવે ફિલ્મના વિલનના રોલમાં અર્જુન કપૂરને લેવાની માહિતી આવી છે. રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનમાં વિલનના પાત્ર માટે અર્જુન કપૂરને ફાઈનલ કરી લીધો છે. એક્ટરની રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં નવી એન્ટ્રી છે.
ચાર સુપર કોપ સાથે વિલનની લડાઈ થશે
રોહિત શેટ્ટી આ વાતને છુપાવીને રાખવા માંગે છે કે સિંઘમ અગેનમાં અર્જુન કપૂર હીરો નહીં પરંતુ વિલનનું પાત્ર નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમનું સૌથી મોટુ સરપ્રાઈઝ હશે. સિંઘમ અગેનમાં અર્જુન કપૂર વિલન તરીકે ચાર સુપર કોપ સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી અને લેડી સિંઘમ સાથે લડતા નજર આવશે.
બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે
રિપોર્ટ અનુસાર અર્જુન કપૂરે પોતાના રોલની તૈયારી પણ શરૂ કરી દીધી છે. રોહિત શેટ્ટી પોતાની કાસ્ટિંગને લઈને ખૂબ સાવધાની રાખી રહ્યા છે. તેઓ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ આપવાના છે. આ માટે તેઓ બોલીવુડના સૌથી મોટા સ્ટાર્સને પોતાની ફિલ્મમાં સામેલ કરી રહ્યા છે. સિંઘમ અગેન બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ તોડવાની છે.