For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એકલા ફરવા જવુ છે તો આ છ પ્રવાસન સ્થળો તમારી માટે મહત્વના, જુઓ કયા છે આ સ્થળો

જાપાન એશિયાના પૂર્વમાં આવેલુ એક દ્વીપ રાષ્ટ્ર છે. આ દેશ ટેકનોલોજી, સાફ-સફાઈ અને સુરક્ષા માટે ખુબ સુંદર જગ્યા

થાઈલેંડ એક એવો દેશ છે જવાનું ઘણાં લોકોનું સપનું હોય છે. અને દેશનું કુદરતી સૌંદર્ય પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે

Updated: Jan 25th, 2023

Article Content Image
Image Envato

તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર 

હરવા ફરવાના શોખીન લોકો હંમેશા નવી જગ્યાની શોધમાં બેગ લઈ નીકળી પડે છે. કેટલાક લોકો પોતાના ગ્રુપમાં જ ફરવાનુ પસંદ કરે છે. તો કેટલાક એવા લોકો છે કે જેઓ અલગ અને એકલા ફરવામાં રસ ધરાવતા હોય છે. આવા લોકોને એકલા ફરવું અને નવા મિત્રો બનાવવાનું ખુબ જ ગમે છે. એકલા મુસાફરી કરવું હંમેશા એક અવિસ્મરણીય અનુભવ હોય છે. એકલા મુસાફરી કરનારા લોકોને પોતાના પર આત્મવિશ્વાસ અને કોઈપણ જાતનો ડર હોતો નથી. આ યાત્રાઓથી જીવનને લગતી ઘણીબધી બાબતોનો અનુભવ મેળવે છે. જે લોકો એકલા મુસાફરી કરવાનું વિચારતા હોય છે તે લોકો માટે સૌથી કઠિન સમય એ હોય છે જયારે તેમને યાત્રા શરુ કરવાની હોય છે. એમાં પણ એ લોકો માટે તો આ પ્રશ્ન ખુબ કઠિન બની જાય છે જે પહેલીવાર એકલા ફરવાનું ઈચ્છતા હોય છે. જો તમે પણ એકલા મુસાફરી કરવાના ઈચ્છુક છો અને વિદેશ ફરવા માંગો છો તો અહીયાં આવા જ કેટલાંક દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં તમે સોલો ટ્રાવેલિંગ માટે જઈ અને આનંદ માણી શકો છો. 

1. જાપાન

જાપાન એશિયાના પૂર્વમાં આવેલુ એક દ્વીપ રાષ્ટ્ર છે. આ દેશ ટેકનોલોજી, સાફ-સફાઈ અને સુરક્ષા માટે ખુબ સુંદર જગ્યા છે. જાપાનના લોકો પણ ખુબ સુશીલ છે. આ દેશમાં તમારી સુરક્ષાને લઈને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જાપાન દરેક વયના વ્યક્તિ માટે ફરવા યોગ્ય છે. આ દેશમાં ઈંગ્લીશ બોલનાર લોકો ઓછા છે જેના કારણે ત્યાંના લોકો સાથે વાતચીતમાં થોડી મુશ્કેલી પડી શકે છે.

2. થાઈલેન્ડ 

થાઈલેંડ જવાનું ઘણાં લોકોનું સપનું હોય છે. આ જગ્યા પણ એટલી ખુબસુરત છે કે જે ત્યાં જાય છે ત્યાનો જ થઇ જાય છે. અતિ સુંદર દરિયાકિનારો, સ્વાદિષ્ઠ વ્યંજન અને થાઈલેંડના લોકો તેને વધારે ખુબસુરત બનાવે છે. ઘણાં મુસાફરો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. થાઈલેંડ સોલો ટ્રાવેલર્સને ખુબ ગમતુ સ્થળ પૈકીનુ એક છે. જો તમે થાઈલેંડ ફરવાનું વિચારી રહ્યા છો તો વધારે વિચારશો નહિ, બેગ ઉઠાવો અને નીકળી જાઓ થાઈલેંડ. અહી ફરવા લાયક ઘણી જગ્યાઓ તમારી રાહ જોઈ રહી છે.

3. ન્યૂઝીલેંડ

ન્યૂઝીલેંડ પણ પ્રવાસ માટે સારૂ દેશ છે. આ દેશ પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલો છે. આ દેશનું કુદરતી સૌંદર્ય પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. વિશ્વનો બીજા નંબરનો સૌથી શાંતિપૂર્ણ દેશ ન્યૂઝીલેંડ છે. તેથી શાંતિ પ્રિય લોકો માટે ન્યૂઝીલેંડ સૌથી અનુકુળ જગ્યા છે. લાંબી યાત્રા માટે બસો અને ટ્રેનો પણ ઉપલબ્ધ હોય છે. આ દેશમાં ફરવા માટે ઘણું બધું છે અને અહિયાં આવ્યા બાદ મુસાફરોને એક્સપ્લોર કરવા માટે સ્થળોની કમી નથી.

4.આઈસલેંડ 

આઈસલેંડ પણ દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંથી એક છે જેના કારણે યાત્રીઓ ચિંતા વિના આ દેશમાં ફરી શકે છે. આઈસલેંડ એક નાનકડો દેશ છે. આઈસલેંડ તેના ગ્લેશિયર, ઝરણાં અને જ્વાળામુખીઓ માટે પ્રસિદ્ધ છે. કાળી રેતીના દરિયાકિનારા, જ્વાળામુખી અને અહીંયાની નોર્થર્ન લાઈટ નીચે રાત્રી રોકાણનો અવસર પ્રકૃતિ પ્રેમીઓ માટે યાદગાર બની રહે તેવી જગ્યા છે.

5. નેધરલેંડ 

એકલા ફરવા માટે નેધરલેંડ પણ સૌથી સારી જગ્યાઓ પૈકીનો એક છે. આ દેશ ખુબ જ શાંત અને સુરક્ષિત છે. આ દેશમાં આવનારા દરેક વ્યક્તિને પોતાપણાનો અનુભવ થાય છે. આ દેશમાં ફરવા માટે સસ્તી બસો અને ટ્રેનો સારો વિકલ્પ છે. આ દેશના લોકોનો સ્વભાવ પણ ખુબ આતિથ્યશીલ અને મદદગારરુપ છે. આ દેશમાં તમને કોઈ મુશ્કેલી નહિ થાય છતાં તમારી રીતે સાવધાન રહેવું જરુરી છે. 

6.ઓસ્ટ્રેલિયા 

ઓસ્ટ્રેલિયા એકલા મુસાફર માટે સૌથી સારા સ્થળોમાંથી એક છે. મુસાફરો ઘણી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા ફરવા જતા હોય છે. જો તમે પણ આ દેશમાં ફરવા માટે જવા ઈચ્છતા હોવ તો નિરાંતે જઈ શકો છો. અહિયાં સમુદ્રતટોના કિનારે ઘણાં હોટેલ્સ છે. તમને તમારા જેવા જ ઘણાં સોલો ટ્રીપ કરતા લોકો અહી મળી જશે.

Gujarat