રણવીર અને બોબી દેઓલ સાથે ફિલ્મ કરી રહ્યાની ચર્ચા
- મેગા બજેટ એક્શન ફિલ્મ હોવાની અટકળો
મુંબઇ : રણવીર સિંહ અને બોબી દેઓલ બંને એક ફિલ્મમાં કોલબરેશન કરી રહ્યા હોવાની ચર્ચા છે. આ એક મેગા બજેટ એક્શન ફિલ્મ હશે.
તાજેતમરાં બોબી દેઓલ લાંબા વાળ અને દાઢી સાથે જોવા મળ્યો હતો. તેણે આ ફિલ્મ માટે પોતાનો લૂક બદલ્યો હોવાનું કહેવાય છે. જોકે, આ ફિલ્મ વિશે બેમાંથી કોઈ કલાકારે કોઈ સંકેત આપ્યો નથી. કોઈ પ્રોડક્શન હાઉસ તરફથી પણ આ પ્રોેજેક્ટ અંગે કોઈ વિગતો જાહેર કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલે સમાંતર ભૂમિકા ભજવી હતી.
હવે રણવીર સિંહ સાથેની ફિલ્મમાં પણ તે એન્ટી હિરોની ભૂમિકા ભજવવાનો છે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.
બીજી તરફ રણવીર તેની આગામી ફિલ્મ 'ધુરંધર'ની રીલિઝની પ્રતીક્ષા કરી રહ્યો છે.