ફિલ્મ ફુકરે 3માં જોવા મળશે કોવિડ-19ની દુનિયા
- દિગ્દર્શકે સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 મે 2020, શનિવાર
ફિલ્મ ફુકરેના ત્રીજા પાર્ટ પર કામ ચાલી રહ્યું છે. દિગ્દર્શક મતદીપ સિંહ લાંબાએ જણાવ્યું હતું કે, ફુકરે ૩માં કોવિડ ૧૯ની સ્થિતિને પણ દર્શાવામાં આવશે૨૦૧૩માં ફુકરે એ પછી ૨૦૧૭માં ફુકરે રિટનર્સ અને હવે ત્રીજા ભાગની તૈયારી થઇ રહી છે. જેમાં મનોરંજનની સાથેસાથે એક સામાજિક સંદેશ પણ હશે
દિગ્દર્શકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, આ ફિલ્મમાં એક ઉત્તમ સામાજિક સંદેશ હશેય તેમજ તેમાં કોવિડ ૧૯નો પણ સમાવેશ કરવાનો છે. ફિલ્મની વાર્તામાં કોવિડ ૧૯ને સમાવાથી સાંધો ન લાગે માટે અમારે સ્ક્રિપ્ટ પર બહુ ધ્યાન આપવું પડશે.
જો વાર્તાંમાં કોરોના મહામારીને સમાવેશ નહીં કરી શકાય તો તે ફુકરે ૩ સંપૂર્ણ કોરોના વિષ્ય પર કેન્દ્રિત કરવાનું વિચારશે.
અમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર લોકડાઉન પહેલા જ કામ શરૂ કરી દીધું છે. હવે અમે ફોન દ્વારા સંપર્કમાં રહીને ફિલ્મની વાર્તા તૈયાર કરી રહ્યા છીએ. લગભગ ૮૦ ટકા જેટલું કામ થઇ ગયું છે. સ્થિતિ સામાન્ય થતાં જ અમે આગળની પ્લાનિંગ કરશું.