Get The App

બાહુબલીના બે ભાગને મિક્સ કરી એક સિંગલ ફિલ્મ તરીકે રીલિઝ કરાશે

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
બાહુબલીના બે ભાગને મિક્સ કરી એક સિંગલ ફિલ્મ તરીકે રીલિઝ કરાશે 1 - image


- આગામી ઓક્ટોબરમાં રીલિઝ કરવાનો પ્લાન

- બંને ભાગનાં શ્રેષ્ઠ અને ચાવીરુપ દ્રશ્યોને એક કરી એડિટ કરી સિંગલ ફિલ્મમાં ફેરવાશે

મુંબઇ : પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી તથા તમન્ના ભાટિયાની ફિલ્મ 'બાહુબલી' બે ભાગમાં રીલિઝ થઈ હતી અને આ બંને ભાગ સુપરહિટ પુરવાર થયા હતા. હાલ જૂની જૂની ફિલ્મો રી રીલિઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આ ફિલ્મના નિર્માતાઓ આ બંને ભાગને એક કરી એક સિંગલ ફિલ્મ તરીકે  રી રીલિઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ નવાં સ્વરુપે આગામી ઓક્ટોબરમાં રીલિઝ થશે. 

બંને ભાગનાં ચુનંદા અને વાર્તા માટે ચાવીરુપ દ્રશ્યોને એકત્ર કરી એડિટ કરી એક  જ ભાગમાં નવી ફિલ્મ બનાવાશે. જો આ પ્રયોગ  સફળ થાય તો  જૂની ફિલ્મો રી રીલિઝ કરવાની દિશામાં એક નવો ટ્રેન્ડ શરુ  થઈ શકે છે. 

૨૦૧૫માં 'બાહુબલી  ધી બિગનિંગ' અને ૨૦૧૭માં 'બાહુબલી  ધ કન્ક્લુઝન' રીલિઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા પ્રભાસ નેશનલ  સ્ટાર બની ગયો હતો. 

હવે અનેક ફિલ્મોમાં એક ભાગમાં વાર્તા અધૂરી રાખીને બીજા ભાગમાં પૂરી વાર્તા કહેવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેનો સૌથી સફળ પ્રયોગ 'બાહુબલી' દ્વારા જ થયો હતો. બંને ભાગનું કુલ મળીને ૨૪૬૦ કરોડ રુપિયાનું કલેક્શન  થયું હતું જે એક રેકોર્ડ ગણાય છે. 

Tags :