- કરણ જોહરે બંને સ્ટારકિડઝને તક આપી છે
- ખુશીની સતત બીજી ફિલ્મ થિયેટરમાં આવવાને બદલે સીધી ઓટીટી પર રજૂ થશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન તથા શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશીની ફિલ્મનું ટાઈટલ 'નાદાનિયાં' નક્કી થયું છે. આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ થશે.
કરણ જોહર આ બંને કલાકારો સાથે એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યો હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. હવે તેનુ ંટાઈટલ પણ નક્કી થયું છે. કરણ જોહરની આસિસ્ટન્ટ ડિરેક્ટર શૌના ગૌતમે જ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.
ખુશીની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. તેણે અગાઉ 'આર્ચિઝ' ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.
ઈબ્રાહિમ અલીની ફિલ્મ 'સરજમીન' મોટા પડદે આવવાની છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં સાઉથના પૃથ્વીરાજ તથા કાજોલનો સમાવેશ થાય છે.


