Get The App

ઈબ્રાહિમ અને ખુશી કપૂરની ફિલ્મનું ટાઈટલ 'નાદાનિયાં' નક્કી થયું

Updated: Feb 16th, 2024

GS TEAM

Google News
Google News
ઈબ્રાહિમ અને ખુશી કપૂરની ફિલ્મનું ટાઈટલ 'નાદાનિયાં' નક્કી થયું 1 - image

- કરણ જોહરે બંને સ્ટારકિડઝને તક આપી છે

- ખુશીની સતત બીજી ફિલ્મ થિયેટરમાં આવવાને બદલે સીધી ઓટીટી પર રજૂ થશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન તથા શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશીની ફિલ્મનું ટાઈટલ 'નાદાનિયાં' નક્કી થયું છે. આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલીઝ થશે. 

કરણ જોહર આ બંને કલાકારો સાથે એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યો હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. હવે  તેનુ ંટાઈટલ પણ નક્કી થયું છે. કરણ જોહરની આસિસ્ટન્ટ ડિરેક્ટર શૌના ગૌતમે જ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. 

ખુશીની આ બીજી ફિલ્મ સીધી ઓટીટી પર આવશે. તેણે અગાઉ 'આર્ચિઝ' ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ  કર્યું હતું. 

ઈબ્રાહિમ અલીની ફિલ્મ 'સરજમીન' મોટા પડદે આવવાની છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં સાઉથના પૃથ્વીરાજ તથા કાજોલનો સમાવેશ થાય છે.