નો એન્ટ્રી-ટુ ફિલ્મમાં ત્રણેય અભિનેતાઓ ડબલ રોલમાં જોવા મળશે
- આ ફિલ્મને ૨૦૨૬ની ક્રિસમસના રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા
મુંબઇ: નો એન્ટ્રી ટુ ફિલ્મ હાલ ચર્ચામાં છે. બોની કપૂરે તાજેતરમાં જણાવ્યું હતુ ંકે, દિલજીત દોસાંઝ હવે આ ફિલ્મનો હિસ્સો નથી, અને તેના સ્થાને અન્ય અભિનેતાની શોધ થઇ રહી છે.
આ ફિલ્મમાં વરુણ ધવન, અર્જૂન કપૂર અને દિલજીત દોસાંઝ કામ કરી રહ્યા હતા. તેમાંથી દિલજીતનું પત્તું કપાઇ ગયું છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, ફિલ્મમાંના ત્રણેય અભિનેતાઓ ડબલ રોલમાં જોવા મળવાના છે. હાલ નો એન્ટ્રી ટુમાં વરુણ ધવન અને અર્જુન કપૂર ફાઇનલ છે અને ત્રીજા અભિનેતાની એન્ટ્રી હજી બાકી છે. સાથેસાથે ફિલ્મસર્જકે નો એન્ટ્રી ટુને ૨૦૨૬માં ક્રિસમસની રિલીઝ કરવાની ધોષણાપણ કરી દીધી છે. અનીસ બઝમી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. નો એન્ટ્રી ટુમાં મૂળ ફિલ્મના કલાકાર સલમાન ખાન કામ ન કરવાના હોવાથી બોની કપૂરે તેમને મિસ કરવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.