એક કિસિંગ સીન માટે સુપરસ્ટારે 37 રીટેક આપ્યા હતા, ઋષિ કપૂર-મિથૂન દાને જોઈને ગભરાયો?
Image: Facebook
Kaanchi: The Unbreakable: કોઈ ફિલ્મને યાદગાર બનાવવા માટે માત્ર એક પરફેક્ટ શૉટની જરૂર હોય છે પરંતુ ઘણી વખત આ એક સીન તમારા માટે અઘરો બની જાય છે અને જો આ કોઈ બોલ્ડ સીન હોય તો મતલબ આફત ડબલ.
વારંવાર રીટેક આપવું પડ્યું હતું
બોલિવૂડ હવે ખૂબ આગળ વધી ચૂક્યું છે અને હવે ફિલ્મોમાં કિસિંગ સીન સામાન્ય વાત થઈ ગઈ છે. ફૂલોની પાછળ કિસ કરવાથી લઈને બોલ્ડ લવ મેકિંગ સીન સુધી, બોલિવૂડ ખૂબ આગળ વધી ચૂક્યું છે પરંતુ વિચારો જો આવા કોઈ સીનમાં એક્ટરને વારંવાર રીટેક આપવું પડે તો કેવો સીન થાય. જી હાં, સેટ પર એવો માહોલ થઈ ગયો હતો કે પરફેક્ટ શૉટના ચક્કરમાં વારંવાર રીટેક આપવું પડી રહ્યું હતું. ડાયરેક્ટર સીનથી ખુશ નહોતાં જેના કારણે આ સીનને શૂટ કરવામાં આટલો ટાઈમ લાગ્યો.
આ પણ વાંચો: 'બોલિવૂડમાં બધાને 800 કરોડ કમાઈ આપતી ફિલ્મ જોઈએ છે...' અનુરાગ કશ્યપે મુંબઈ છોડ્યું
ફિલ્મનો હીરો કોણ હતો?
સોનૂ કે ટીટૂ કી સ્વીટી, લુકા છુપી, ભુલ ભુલૈયા 2થી પહેલા કાર્તિક આર્યને ઘણી ફિલ્મો કરી જે ફ્લોપ થઈ હતી. આ વાત વર્ષ 2014માં આવેલી ફિલ્મ કાંચી: ધ અનબ્રેકેબલ (kissing scene in Kaanchi) ની છે, જેમાં મિષ્ટી ચક્રવર્તીએ કામ કર્યું હતું. કાર્તિક આર્યન આ ફિલ્મનો લીડ એક્ટર હતો. ફિલ્મમાં કાર્તિકે એક લવર બોયની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મનું નિર્દેશન સુભાષ ઘઈ કર્યું હતું.
એક્ટરે પોતે કબૂલ કરી હતી આ વાત
ફિલ્મમાં એક કિસિંગ સીન હતો. જેને કરવામાં કાર્તિકને પરસેવો છુટી ગયો હતો. એક ઈન્ટરવ્યુમાં કાર્તિકે આ કિસિંગ સીન વિશે વાત કરી હતી. તેણે કહ્યું, 'મે ક્યારેય નહોતું વિચાર્યું કે આ કિસિંગ સીન માથાનો દુખાવો બની જશે.'
સુભાષ ઘઈ સીનથી ખુશ નહોતો
કાર્તિકે કહ્યું, 'શક્ય છે કે મિષ્ટી તે સમયે જાણી જોઈને ભૂલો કરી રહી હોય. સુભાષ ઘઈ એક પેશનેટ કિસ ઈચ્છતો હતો અને મને નહોતી ખબર કે કિસ કઈ રીતે કરવામાં આવે છે. હું તેને પૂછવાનો જ હતો કે સર, પ્લીઝ મને કિસ કરવાનું શીખવાડો. ફિલ્મમાં મે એક લવર બોયનું પાત્ર નિભાવ્યું હતું. એક સીનને યોગ્ય રીતે કરવા માટે અમારે 37 રીટેક કરવા પડ્યા હતા. જ્યારે સુભાષ જી આવ્યા અને કહ્યું 'ઠીક' છે, તો અમને ખૂબ રાહત મળી.' ફિલ્મ કાંચી વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, ઋષિ કપૂર, આદિલ હુસૈન અને મુકેશ ભટ્ટે પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.