Get The App

સલમાનની બુલનું શૂટિંગ એક વર્ષ પહેલાં શરૂ નહીં થાય

Updated: Mar 31st, 2024

GS TEAM

Google News
Google News
સલમાનની બુલનું શૂટિંગ એક વર્ષ પહેલાં શરૂ નહીં થાય 1 - image


મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ 'બુલ'નું શૂટિંગ હજુ એક વર્ષ સુધી પણ શરુ થાય તેવી શક્યતા નથી. આ સંજોગોમાં સલમાને પ્રોજેક્ટ છોડવાની પણ ચિમકી આપી હોવાનું કહેવાય છે. જોકે, નિર્માતા કરણ જોહરનાં પ્રોડક્શન હાઉસનાં સૂત્રો દાવો કરી રહ્યા છે કે સલમાને હજુ સુધી ફિલ્મ છોડી નથી. કરણ જોહરે દાયકાઓ બાદ સલમાન સાથે ફરી કોલબરેટ કરવાનું નક્કી કર્યું હતું. માલદિવમાં ૧૯૯૮માં હાથ ધરાયેલાં ઓપરેશન કેક્ટસ પર આધારિત ફિલ્મ સલમાનની મુખ્ય ભૂમિકા સાથે બનાવવાનું આયોજન કરાયું હતું. ફિલ્મની વાર્તા માલદિવ આધારિત હોવાથી તેનું સમગ્ર શૂટિંગ માલદિવમાં જ કરવું પડે તેમ છે. જોકે, શૂટિંગ શરુ થાય તે પહેલાં જ માલદિવ અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો વણસી ગયા હતા. 

Tags :