ફર્ઝી વેબ સીરીઝનો બીજો ભાગ આવતાં વર્ષે રીલીઝ થશે
- રાશિ ખન્નાએ પેપર ફોડી નાખ્યું
- સૈફની જગ્યાએ હિરો તરીકે કોની પસંદગી થાય છે તે વિશે અટકળો
મુંબઇ : શાહિદ કપૂરની વેબ સીરીઝ 'ફર્ઝી'નો બીજો ભાગ આવી રહ્યો છે. બીજી સિઝન આવતાં વર્ષે રીલીઝ થઈ શકે છે.
બીજા ભાગ વિશે નિર્માતા તરફથી ખાસ વિગતો અપાઈ નથી પરંતુ સીરીઝની એક કલાકાર રાશિ ખન્નાએ આ બાબતે પેપર ફોડી નાખ્યું છે.
એક સોશિયલ મીડિયા સંવાદમાં તેણે જણાવ્યું હતું કે તેની સીરીઝના સર્જક સાથે વાત થઈ ગઈ છે. આવતાં વર્ષની શરુઆત સુધીમાં શૂટિંગ આદરી દેવાશે અને આવતાં વર્ષના અંત સુધીમાં નવી સિઝન રીલીઝ પણ થઈ જશે.
શાહીદ કપૂર અને કેકે સહિતના કલાકારોનો કાફલો ધરાવતી આ સીરીઝ નકલી નોટોના ધંધા પર આધારિત હતી અને તેની બહુુ પ્રશંસા થઈ હતી. ત્યારથી ચાહકો તેના નવા ભાગની રાહ જોઈ રહ્યા છે.
જોકે, શાહીદ હાલ બોલીવૂડની કેટલીક ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો છે અને તેથી આ સીરીઝના નવા ભાગનું શૂટિંગ લંબાઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.