લક ફિલ્મ છોડવાનું કારણ એમા થોમ્પસને જાહેર કર્યું
- મહિલાઓ સાથે ગેરવર્તન કરનારાને પાછો લીધો છે
- હજુ તો ગયા વરસે એને કાઢી મૂક્યો હતો
લોસ એંજલ્સ તા.27 ફેબ્રુઆરી 2019, બુધવાર
હિટ એનિમેટેડ ફિલ્મ લક છોડી દેવાનું કારણ મોખરાની અભિનેત્રી એમા થોમ્પસને જણાવ્યું હતું એવા અહેવાલો પ્રગટ થયા હતા
એમાએ કહ્યું કે મહિલાઓ સાથે ગેરવર્તન કરવા માટે ગયા વરસે ડિઝનીમાંથી કાઢી મૂકાયેલા ડિઝનીના એનિમેશન ચીફ તેમજ પિક્સરના સહસ્થાપક જ્હૉન લેસ્સેટરને પાછા લેવામાં આવ્યા હોવાથી એના વિરોધમાં મેં આ ફિલ્મ છોડી દીધી હતી.
એમાએ સ્કાયડાન્સને લખેલા પત્રમાં આ વાત રજૂ કરવામાં આવી હતી. સ્કાયડાન્સના ચીફ એક્ઝિક્યુટીવ ડેવિડ એલિઝનને લખેલા પત્રમાં એમાએ લખ્યું હતું કે હાલ મી ટુ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જેની સામે મહિલા કર્મચારીઓ જોડે ગેરવર્તનના આક્ષેપ છે એવા જ્હૉન લેસ્સેટરને તમે પાછો કામ પર રાખ્યાના વિરોધમાં હું લક ફિલ્મ છોડી રહી છું.