જુઓ 'The Lord Of The Rings'નું હિન્દી ટ્રેલર, ખતરનાર વિલનની ધમકીથી ડરી ગયા લોકો
મુંબઈ, તા. 23 જુલાઈ 2022, શનિવાર
વિશ્વભરમાં પોતાની કહાની અને ભવ્યતાને કારણે ધૂમ મચાવનાર ફિલ્મ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' હવે અમેઝોન પ્રાઈમ વિડિયો પર વેબ સિરીઝ તરીકે દસ્તક આપશે. આ ફિલ્મ જોઈ હોય એવા વ્યક્તિએ એક મિડલ અર્થની વાર્તાને ફરીથી જીવંત કરવા ઉત્સુક બનાવી દીધા છે. આટલું જ નહીં, અત્યાર સુધી રિલીઝ થયેલા તેના ટીઝરની ભવ્યતા જોઈને દર્શકો તેના તરફ આકર્ષાયા છે. આવી સ્થિતિમાં હવે એમેઝોન પ્રાઈમ વિડિયોએ પોતાની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સઃ ધ રિંગ્સ ઓફ પાવર'નું ટ્રેલર લોન્ચ કર્યું છે. ભારતના લોકો માટે એમેઝોને હિન્દીમાં સિરીઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યું છે.
- હિન્દીમાં ટ્રેલર રિલીઝ થયું
ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર પ્રથમ વખત મધ્ય-પૃથ્વીના ઈતિહાસના બીજા યુગની પૌરાણિક કથાઓ દર્શાવશે. આ સિરિઝ J.R.R Tolkienની The Hobbit અને The Lord of the Rings પુસ્તકોની ઘટનાઓના હજારો વર્ષ પહેલાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સિરિઝ પ્રેક્ષકોને એવા યુગમાં પાછા લઈ જશે જ્યાં મહાન શક્તિઓને છેતરવામાં આવી હતી એ છેતરપિંડિથી સામ્રાજ્યની કીર્તિનો નાશ કરે છે. ટ્રેલરમાં તે સમયે હાજર રાજા-મહારાજાને પોતાના સામ્રાજ્ય માટે કઠિન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સીરિઝના સૌથી ખતરનાક વિલનમાંથી એકે પણ આખી દુનિયામાં અંધકાર ફેલાવવાની ધમકી આપી છે. ટ્રેલરની વચ્ચે પૃથ્વી પર ફરીથી દુષ્ટતાના શાસન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો લાંબા સમયથી ભય હતો.
- આ દિવસે રિલીઝ થશે સિરીઝ
'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સઃ ધ રિંગ્સ ઓફ પાવર' OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડિયો પર 2 સપ્ટેમ્બરે રિલીઝ થશે. એમેઝોન પ્રાઈમ વિડિયોની અત્યાર સુધીની સૌથી મોંઘી સીરિઝ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ કાલ્પનિક સિરીઝ ભારત સહિત 240થી વધુ દેશોમાં સ્ટ્રીમ કરી શકાય છે.