FOLLOW US

ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 2' નું પહેલુ ગીત 20 માર્ચે પાંચ ભાષાઓમાં રિલીઝ થશે

Updated: Mar 18th, 2023


મુંબઈ, તા. 18 માર્ચ 2023 શનિવાર

સાઉથના ફેમસ નિર્માતા મણિરત્નમની સુપરહિટ ફિલ્મ પોન્નિયિન સેલ્વન 1 એ ગયા વર્ષે રિલીઝ થતા જ ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ તમિલમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. જે બાદથી જ ચાહકો ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે મેકર્સે ગયા વર્ષે જ પીએ 1 ના બીજા પાર્ટનું એલાન કરી દીધુ હતુ. હવે ફિલ્મ સાથે જોડાયેલી મોટી અપડેટ સામે આવી છે. પોન્નિયિન સેલ્વન 2 ની પ્રમોશન ડેટ અને ફિલ્મના પહેલા ગીતની રિલીઝ ડેટ વિશે ખુલાસો થઈ ગયો છે. આ સાથે જ ગીતનું પહેલુ પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યુ છે. 

અગાઉ જ મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2 ની રિલીઝ ડેટનો ખુલાસો થઈ ચૂક્યો હતો. જે બાદ ફિલ્મના પહેલા ગીતથી લઈને તેના પ્રમોશન શરૂ થવાની ડેટ વિશે એલાન કરવામાં આવી ચૂક્યુ છે. કહેવાય રહ્યુ છે કે મેકર્સ આગામી 20 માર્ચે ફિલ્મના પહેલા ગીત 'આગા નાગા' ની રિલીઝ સાથે જ પોન્નિયિન સેલ્વન 2 નું પ્રમોશન શરૂ કરશે. આ વાતનું એલાન પોતે ફિલ્મના પ્રોડક્શન હાઉસે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર કર્યુ છે.

 

ફિલ્મનું આ ગીત એઆર રહેમાન દ્વારા રચિત છે. જેને પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ગીતનું ટાઈટલ હિન્દીમાં રુઆ રુઆ, મલયાલમમાં અકમલાર, તેલુગુમાં અગનાધે અને કન્નડમાં કિરુનાગે છે. ગીતને શક્તિ શ્રી ગોપાલને તમિલ, તેલુગુ અને મલયાલમમાં ગાયુ છે. ટિપ્સ મ્યુઝિકે સોશિયલ મીડિયા હેન્ડલ પર ગીતનું એક પોસ્ટર શેર કરતા લખ્યુ 'આગા નાગા'ના જાદુનો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ. 20 માર્ચ સાંજે 6 વાગે. 

ગીતનું જે પોસ્ટર જાહેર કરવામાં આવ્યુ છે. તે અનુસાર પોસ્ટરમાં સાઉથના બે સુપરસ્ટાર એક્ટ્રેસ તૃષા અને એક્ટર કાર્તિ જોવા મળી રહ્યા છે. તૃષા હાથમાં તલવાર લઈને જોવા મળી રહી છે કાર્તિ ઘૂંટણે બેસેલો છે. તેની આંખો પર પટ્ટી બાંધેલી છે જ્યારે તેના બંને હાથ પાછળ તરફ બાંધેલા છે. મલ્ટી સ્ટારર પોન્નિયિન સેલ્વમ 2 માં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, જયમ રવિ અને શોભિચા ધૂલિપાલા પણ જોવા મળશે. આ ફિલ્મ 28 એપ્રિલ 2023 એ રિલીઝ થવાની છે.

Gujarat
News
News
News
Magazines