ફિલ્મ 'ચંદ્રમુખી 2'ના રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રાજાના અવતારમાં નજરે પડ્યો એક્ટર
Image Source: Twitter
મુંબઈ, તા. 31 જુલાઈ 2023 સોમવાર
સાઉથના જાણીતા અભિનેતા રાઘવ લોરેન્સ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ચંદ્રમુખી 2 ને લઈને લાઈમલાઈટમાં છે. એક્ટરના ચાહકો તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન ફિલ્મના મેકર્સે ચાહકોની આતુરતાને વધારી ચંદ્રમુખી 2 થી વેટ્ટૈયન તરીકે રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. ફિલ્મનું પોસ્ટર આજે એટલે કે 31 જુલાઈએ સવારે 10 વાગે રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે.
ફિલ્મમાં રાઘવ લોરેન્સનો દમદાર અંદાજ
ફિલ્મના નિર્માતાઓએ ટ્વીટર પર ચંદ્રમુખી 2 નું પોસ્ટર શેર કરતા આની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. કંગના રનૌત અને રાઘવ લોરેન્સ સ્ટારર આ ફિલ્મ ગણેશ ચતુર્થીના અવસરે થિયેટર્સમાં રિલીઝ થશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે, ત્યારથી ફિલ્મ પ્રેમીઓ આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સુક છે. પી.વાસુ ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રાઘવ લોરેન્સ લીડ રોલમાં જોવા મળવાના છે.
કંગના રનૌત મહત્વના રોલમાં જોવા મળશે
આ સિવાય તેમની આ ફિલ્મમાં બોલીવુડની કંગના રનૌત પણ ફીમેલ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળવાની છે. લાઈકા પ્રોડક્શન અને સુબાસ્કરન દ્વારા નિર્મિત આ ફિલ્મ સપ્ટેમ્બરમાં તમિલ, તેલુગુ, હિંદી, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.
રજનીકાંતની ફિલ્મ ચંદ્રમુખીની સીક્વલ છે આ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે ચંદ્રમુખી 2 વર્ષ 2005માં આવેલી સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ ચંદ્રમુખીની સીકવલ છે. આ સિવાય ફિલ્મનું શૂટિંગ પૂરી થવા પર કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યુ હતુ, ''હું આજે ચંદ્રમુખીમાં મારો રોલ પૂરો કરવા જઈ રહી છુ, મને તે ઘણા લોકોને અલવિદા કહેવુ મુશ્કેલ પડી રહ્યુ છે જેમને હું મળી, મારી પાસે ખૂબ જ પ્રેમાળ ટીમ હતી''.