રણવીર સિંહ અને ફરહાન અખ્તરની ફિલ્મો રૂપેરી પડદે ટક્કર ટાળશે
- બન્ને ફિલ્મોના નિર્માતાએ વાટાઘાટ બાદ લીધેલો નિર્ણય
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.13 માર્ચ 2020, શુક્રવાર
આ વરસે ૨ ઓકટોબરના રોજ બે હિંદી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની હતી. જેમાં રણવીર સિંહની 'જયેશભાઇ જોરદાર અને ફરહાન અખ્તરની 'તુફાન' હતી. પરંતુ આપસી સહમતી બાદ રણવીરની ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા અને ફરહાનની ફિલ્મના નિર્માતાએ એક વાટાઘાટ પછી અલગ અલગ તારીખ પર ફિલ્મ રિલીઝ કરવાનો ફેંસલો કર્યો છે. બન્ને પ્રોડકશન હાઉસે પોતાની ફિલ્મોની તારીખની સત્તાવાર રીતે ઘોષણા કરી દીધી છે.
આ ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, '' બન્ને ફિલ્મોના હિતને ધ્યાનમાં રાખીને આદિત્ય ચોપરા અને રિતેશ સાધવાનીએ પોતાની ફિલ્મોને એલગ અલગ તારીખે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. '' આદિત્ય ચોપરા નિર્મિત રણવીર સિંહની ફિલ્મ પૂર્વયોજના મુજબ જ ૨ ઓકટોબરના રિલીઝ થશે જ્યારે રિતેશ સાધવાનીની ફરહાન અભિનિત ફિલ્મ 'તુફાન'ની રિલીઝ તારીખ બદલીને ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ કરવામાં આવી છે.