Saamrajya Trailer: ફિલ્મ 'કિંગડમ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, ખતરનાક મિશન પર વિજય દેવરકોંડા
Image : imdb |
Saamrajya Trailer: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક્ટર વિજય દેવરકોંડાની ફિલ્મ 'કિંગડમ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ હિન્દીમાં 'સામ્રાજ્ય' નામથી રિલીઝ કરવામાં આવી છે. ટ્રેલરમાં વિજય દેવરકોંડાના એક્શન અને જોરદાર એક્ટિંગની ઝલક જોવા મળે છે.
ફિલ્મમાં તે અંડરકવર જાસૂસ 'સૂર્યા'નો રોલ કરી રહ્યો છે. ટ્રેલરમાં જોવા મળે છે કે, વિજય દેવરકોંડાને મિશન પર મોકલવામાં આવે તે પહેલાં તેના જીવનમાં કેટલીક જટિલતાઓ સાથે સંઘર્ષ કરતો દર્શાવવામાં આવ્યા છે.
વિજય દેવરકોંડાની આગામી ફિલ્મ 'સામ્રાજ્ય' ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં એક અવાજ સંભળાય છે કે, 'તમારે ઇમરજન્સી ઓપરેશન માટે અંડરકવર જાસૂસ બનવું પડશે.' આ પછી વિજય દેવરાકોંડાને પોલીસ વાનમાં બતાવવામાં આવે છે, જ્યાં તેને હાથકડી પહેરેલી જોવા મળે છે.