Get The App

સ્નેહા ઉલાલનો બ્રેકપ થયો

-છેલ્લા એક વર્ષથી અફેર ચાલુ હતો

-માર્શલ આર્ટસ્ના એક્સપર્ટ સાથે ડેટિંગ કરતી હતી

Updated: Jun 14th, 2019

GS TEAM

Google News
Google News
સ્નેહા ઉલાલનો બ્રેકપ થયો 1 - image

મુંબઇ તા.14 જૂન 2019 શુક્રવાર 

સુપર સ્ટાર સલમાન ખાન સાથે લકી ફિલ્મમાં ચમકેલી અભિનેત્રી સ્નેહા ઉલાલનો એેના બૉયફ્રેન્ડ સાથે બ્રેકપ થઇ ગયો હોવાની જાણકારી મળી હતી.

છેલ્લા એકાદ વર્ષથી સ્નેહા ઓલ ઇન્ડિયા મિક્સ્ડ માર્શલ આર્ટસ્ એસોસિયેશનના ચેરમેન અવિ મિત્તલ સાથે ડેટિંગ કરતી હતી. બંનેના ફોટોગ્રાફ્સ પણ સોશ્યલ મિડિયા પર ફરતા થયા હતા. આ ફોટોગ્રાફ્સને સેંકડો લાઇક્સ પણ મળી હતી.

સ્પોટબૉય પોર્ટલના એેક રિપોર્ટ મુજબ હવે આ બંનેનો બ્રેકપ થઇ ગયો છે અને એેકમેકની સાથે વાત સુદ્ધાં કરતાં નથી. ૧૪ ફેબુ્રઆરીએ આ બંનેએ છેલ્લે સાથે વેલેન્ટાઇન ડે ઊજવ્યો હતો. ત્યારબાદ કંઇક એવું બની ગયું કે બંને છૂટ્ટાં પડી ગયાં.  

સમર્થન વિહોણા અહેવાલ મુજબ અવિ બીજી યુવતીના પ્રેમમાં પડયા હોવાની જાણ સ્નેહાને થતાં એણે અવિ સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. અન્ય એક અહેેવાલ મુજબ અવિ પોતાના વ્યવસાયમાં વધુ બીઝી થઇ જતાં સ્નેહાને પોતાની ઉપેક્ષા થઇ રહી હોવાનું લાગ્યું હતું અને એણે અવિ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

સ્નેહાનો ચહેરો કેટલેક અંશે ઐશ્વર્યા રાય બચ્ચનને મળતો આવતો હોવાથી એને સોહેલ ખાન સાથે આર્યન ફિલ્મ પણ મળી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ચાલી નહોતી. ત્યારબાદ એ સાઉથની ફિલ્મો કરતી થઇ ગઇ હતી. 

આ સમાચારને સમર્થન કે રદિયો આપવા માટે સ્નેહા કે અવિ બંનેમાંથી કોઇ હાજર નહોતું.


Tags :