ડ્રામાનો અંતઃ હેરાફેરી થ્રીમાં પરેશ રાવલનું પુનરાગમન
- ઘીના ઠામમાં ઘી પડયું હોવાનો ડોળ
- સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ઝાટકણી આવા ચીપ પબ્લિસિટી સ્ટન્ટની જરૂર ન હતી
મુંબઇ : પરેશ રાવલનું 'હેરાફેરી થ્રી'માં પુનરાગમન થયું છે. અગાઉ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના કારણે સહ નિર્માતા તરીકે અક્ષય કુમારે તેને લીગલ નોટિસ પણ આપી હતી. જોકે, હવે પરેશ રાવલે જણાવ્યું હતું કે ફિલ્મને લગતી ગેરસમજોનો અંત આવી ગયો છે.
ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ઓરિજિનલ ત્રિપૂટી ફરી દેખાશે તે કન્ફર્મ થતાં ફિલ્મ ચાહકો હરખાયા હતા. જોકે, સાથે સાથે કેટલાય ચાહકોએ આ સમગ્ર ડ્રામાને એક ચીપ પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી તેની આકરી ટીકા કરી હતી.
લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ફિલ્મમાં બાબુ ભૈયા તરીકે પરેશ રાવલનું પાત્ર આમ પણ આઈકોનિક છે. આ ફિલ્મને કોઈ બિનજરુરી પ્રચાર સ્ટન્ટની જરુર જ ન હતી. આવા પીઢ કલાકારો દ્વારા આ પ્રકારનો ડ્રામ થયો તે બિનજરુરી હતો. જોકે, કેટલાક ચાહકોએ પરેશ રાવલની એક્ઝિટ અને રી એન્ટ્રી પાછળ કોઈ ડ્રામા હોવાનું નકાર્યું હતું.
તેમણે કહ્યુ હતું કે આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ હોત તો વાત કોર્ટ સુધી પહોંચી જ ન હોત.