અમિતાભ બચ્ચન અને રિશીની જોડી સુપરહિટ હતી
- અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સાથે કામ કરીને કાસ મિત્રો બની ગયા હતા
અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સાથે કામ કરીને કાસ મિત્રો બની ગયા હતા. રિશીના અવસાનના સમાચારની જાણકારી પણ અમિતાભે ટ્વિટ કરીને આપી હતી. રૂપેરી પડદે તેમની જોડીએ સફળ ફિલ્મો આપી છે.
કભી કભી (૧૯૭૬)
પહેલી વખત આ બન્ને સ્ટાર્સે યશ ચોપરાન ાદિગ્દર્શનમાં બનેલી ફિલ્મમાં સાથે કામ કર્યું.જોકે આ ફિલ્મમાં રિશીનો રોલ ટૂંકો હતો. પરંતુ તે ફિલ્મો હિસ્સો હોવાથી સફળતાનો લાભ તેને પણ મળ્યો હતો.
અમર અકબર એન્થની (૧૯૭૭)
આ પછી બન્ને સુપરસ્ટાર ફરી એક સાથ ેઅમર અકબર એન્થનીમાં જોવા મળ્યા હતા. રિશીએ આ ફિલ્મમાં અમિતાભના ભાઇનું પાત્ર ભજવ્યું હતું.
નસીબ (૧૯૮૧)
આ ફિલ્મમાં પણ રિશીએ અમિતાભના નાના ભાઇનો રોલ કર્યો હતો અને તેના પર ફિલ્માવેલું ગીત ચલ મેરે ભાઇ હિટ ગયું હતું.
કુલી (૧૯૮૩)
આ ફિલ્મમાં ત્રીજી વખત બન્ને અભિનેતાઓ ફરી ભાઇના પાત્રમાં જોવા મળ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન રિશી વાસ્તવમાં અમિતાભનું એક નાના ભાઇ તરીકે જ ધ્યાન રાખતો હતો. આ ફિલ્મ પછી બન્નેના સંબંધ ગાઢ બની ગયા હતા.
અજૂબા (૧૯૯૧)
શશિ કપૂરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રિશી અને અમિતાભે કામ કર્યું હતુ. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ નિષ્ફળ ગઇ હતી.
૧૦૨ નોટ આઉટ (૨૦૧૮)
આ છેલ્લી ફિલ્મ નીવડી જેમાં રિશી અને અમિતાભે સાથે કામ કર્યું. આ ફિલ્મમાં રિશીએ અમિતાભના પુત્રનો રોલ કર્યો હતો.