સાઉથના આ સુપર સ્ટારના ઘરે બંધાશે પારણા, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
આ અભિનેતા લગ્નના 10 વર્ષ પછી પિતા બનવાના છે
રામ ચરણ કે જે સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે. તેને ઘણી ધમાકેદાર ફિલ્મો આપી છે. પરંતુ હાલમાં તેમના ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ ખાસ છે. રામ ચરણ વાત જણાવી કે, તેની પત્ની ઉપાસના કામિનેની કોનિડેલા ગર્ભવતી છે. રામ ચરણે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. અભિનેતા લગ્નના 10 વર્ષ પછી પિતા બનવાના છે. તેલુગુ સુપરસ્ટારના ચાહકો આ ખુશીના સમાચારથી ખુબ ખુશ થયા છે.
આવતું વર્ષ 2023 રામ ચરણ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. રામ ચરણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં હનુમાનજીની તસવીર બનાવવામાં આવી હતી. તે પોસ્ટમાં, અભિનેતાએ લખ્યું હતું કે- 'શ્રી હનુમાનજીની કૃપાથી, અમને જાહેરાત કરતા ખૂબ ખુશી થયા છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પ્રથમ બાળકની અપેક્ષા કરી રહ્યા છે. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે સુરેખા અને ચિરંજીવી કોનિડેલા, શોભના અને અનિલ કામીનેની.