Get The App

પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાલાર અને KGF વચ્ચે શું છે કનેક્શન? સોશિયલ મીડિયા પર ચર્ચા, કાલે થશે ટીઝર રિલીઝ

પ્રભાસની ફિલ્મ 'સાલાર'નું ટીઝર આવતીકાલે રિલીઝ થશે

પ્રભાસની 'સલાર' પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે

Updated: Jul 5th, 2023

GS TEAM

Google News
Google News
પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાલાર અને KGF વચ્ચે શું છે કનેક્શન? સોશિયલ મીડિયા પર ચર્ચા, કાલે થશે ટીઝર રિલીઝ 1 - image
Image:Instagram

'આદિપુરુષ'ની રિલીઝ બાદ પ્રભાસ હવે તેની આગામી ફિલ્મ 'સાલાર'ને લઈને ચર્ચામાં છે. 'સાલાર'નું ટીઝર આવતીકાલે 6 જુલાઈના રોજ સવારે 5:12 વાગ્યે રિલીઝ થશે. આ સ્થિતિમાં લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું 'સાલાર'નું કલેક્શન 'KGF' સાથે છે. આ અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે 'સાલાર'ના પોસ્ટરમાં પ્રભાસ હાથમાં હથોડો અથવા કુહાડી લઈને ઉભો જોવા મળી રહ્યો છે. 

'સાલાર'નું ટીઝર 5:12 વાગ્યે રિલીઝ થશે

છેલ્લા ઘણા દિવસોથી માત્ર ટ્રેડ વિશ્લેષકો જ નહીં પરંતુ ફેન્સ પણ બંને ફિલ્મો વચ્ચે કનેક્શન બનાવવામાં વ્યસ્ત છે. આ કનેક્શન બનાવવા પાછળનું કારણ એ છે કે 'KGF 2'ના ક્લાઈમેક્સમાં જ્યારે રોકી ભાઈના જહાજ પર દરિયામાં હુમલો થયો હતો, તે સમયે ઘડિયાળમાં 5:12 વાગ્યાનો સમય હતો.એવું બહુ ઓછું બને છે કે સવારે 5 વાગે કોઈ ફિલ્મનું ટ્રેલર કે ટીઝર રીલિઝ થાય. પરંતુ ફિલ્મ 'સાલાર'ના મેકર્સ સવારે 5:12 વાગ્યે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી રહ્યા છે.

પ્રશાંત નીલે કર્યું છે સાલારનું ડાયરેકશન

પ્રભાસની 'સલાર' પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. પ્રશાંત નીલે જ KGF ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું. એટલું જ નહીં, 'સાલર'ના 'KGF'ના કલેક્શનના કેટલાક મુદ્દા સામે આવ્યા છે.

1. 'સાલાર'ની જાહેરાત બાદ પ્રભાસનો યશ સાથે પ્રશાંત નીલ સાથેનો ફોટો વાયરલ થયો હતો. વચ્ચે એવી પણ ચર્ચા થઈ હતી કે 'KGF' ફિલ્મ 5 પાર્ટમાં આવશે. ત્યારથી બંને ફિલ્મોના કનેક્શનને લઈને ચર્ચાઓ ખુબ વધી હતી.

2. 'સલાર'નો અર્થ ફરહાન થાય છે. 'KGF 2' ફિલ્મમાં લેબર ટીમમાં ફરહાન નામનો છોકરો હતો. જે રોકીની સુરક્ષા માટે બંદૂક લઈને પુલ પર ચઢ્યો હતો.

3. 'KGF 2'માં ફરહાને જ બ્રિજને આગ લગાડી હતી અને એવું બતાવવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ થયું હતું. પરંતુ તેનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. આ સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફરહાન જીવિત છે અને તે મોટો થઈને 'સાલાર' બન્યો છે.