કોલેજના પ્રોફેસરે સાઉથની અભિનેત્રીને અશ્લીલ વીડિયો મોકલ્યા
- તે મદુરાઇના એક પ્રોફેસર છે. હું આશા રાખું છું કે તેની કોલેજની છોકરીઓ સુરક્ષિત હશે
મહિલાઓની છેડતીના કિસ્સા માત્ર રસ્તાઓ પર જ જોવા મળે છે તેવું નથી પરંતુ સોશિયલ મીડિયા પર ગંદી કમેન્ટ અને અશ્લીલ વીડિયો મોકલીને મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. આ પ્રકારના કિસ્સા આપણી આસપાસ અનેક જોવા મળે છે. હાલમાં જ સાઉથ ઇન્ડિયા ફિલ્મ જગતની અભિનેત્રી અને ગાયિકા સૌંદર્યાને સોશિયલ મીડિયા પર એક કોલેજના પ્રોફેસરે આપત્તિજનક મેસેજ મોકલ્યો હતો. આ મુદ્દે અભિનેત્રી ચુપ ન રહી અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ શેર કરીને ખરી ખોટી સંભળાવી હતી.
સૌંદર્યાએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે, એક કોલેજના પ્રોફેસર સોશિયલ મીડિયા પર જો આવી વાત કરી શકે છે તો કોલેજને છોકરીઓએ સર્તક રહેવાની જરુર છે.
સૌંદર્યાએ લખ્યું કે, અને આ પ્રોફેસર છે જે એક મહિલા સાથે આ પ્રકારે વાત કરે છે. શરમજનક છે. તેનું પ્રોફાઇલ બતાવી રહ્યું છે કે તે મદુરાઇના એક પ્રોફેસર છે. હું આશા રાખું છું કે તેની કોલેજની છોકરીઓ સુરક્ષિત હશે.
સૌંદર્યા બાલા નંદકુમાર અનેક ટેલિવિઝન શો કરી ચૂકી છે. તેની કરિયરની શરૃઆત સુપર સિંગર શોના એક કન્ટેસ્ટન્ટ તરીકે થઇ હતી. આ પછી તેને પાછળ ફરીને જોયું નથી.