Leo Teaser: સાઉથ સ્ટાર થલપતિ વિજયની ફિલ્મ Leoનું ધમાકેદાર ટીઝર રિલીઝ
નવી મુંબઇ,તા. 4 ફેબ્રુઆરી 2023, શનિવાર
કોલીવુડ સુપરસ્ટાર થલાપતિ વિજયની અપકમિંગ ફિલ્મ ઘણા દિવસોથી ધૂમ મચાવી રહી છે. બોલિવૂડ સિનેમામાં ધૂમ મચાવનારી સાઉથની ફિલ્મોમાં તમિલ સુપરસ્ટાર થલપતી વિજયની ફિલ્મ પણ સામેલ થવા જઈ રહી છે. વિજયની આગામી ફિલ્મ 'લિયો'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્દેશક લોકેશ કનાગરાજની આ ફિલ્મને પહેલા થલપતિ 67 કહેવામાં આવતી હતી. ફિલ્મની જાહેરાતના ટીઝર સાથે ફિલ્મનું ટાઇટલ પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે.
થલપતિ વિજય ફિલ્મ 'લિયો'માં ફુલ એક્શન રોલમાં જોવા મળી રહ્યો છે. આ માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ગેંગસ્ટર-ડ્રામા પ્રકારનો અનુભવ આપી રહી છે.
લોકેશ કનગરાજની લાસ્ટ ફિલ્મ વિક્રમ પણ ખૂબ જ હિટ રહી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ 'લિયો'ના ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ શાનદાર છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.
ફિલ્મનું ટીઝર જોઇને લાગી રહ્યુ છે કે, ફિલ્મની સ્ટોરીનું કનેક્શન વિક્રમની સ્ટોરી સાથે છે. વિજય સ્ટારર ફિલ્મ 'લિયો'નું ટીઝર આવતાની સાથે જ સિનેમા ચાહકોમાં ફિલ્મનું વાતાવરણ ગજબનું બની ગયું છે. ચાહકોને લોકેશની ટ્રેડમાર્ક એક્શન બિલ્ડ-અપ અને અનિરુદ્ધનું સંગીત એટલું ગમ્યું કે તેણે ઝડપથી એક પ્રકારનો રેકોર્ડ બનાવ્યો. 'લિયો'નું ટીઝર પ્રથમ 6 કલાકમાં સૌથી વધુ જોવાયેલ વિડિઓ બની ગયું છે. શેર કર્યાના પ્રથમ 6 કલાકમાં તેને યુટ્યુબ પર 1.1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.