Get The App

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાનું નિધન, બે દિવસ અગાઉ જન્મદિવસ ઉજવ્યો હતો

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાનું નિધન, બે દિવસ અગાઉ જન્મદિવસ ઉજવ્યો હતો 1 - image


Kota Srinivas Rao passed away: તેલુગુ સિનેમાજગતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે.   દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે લાંબી બીમારી બાદ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. દુઃખદ વાત એ છે કે અભિનેતાએ માત્ર 2 દિવસ પહેલા જ પોતાનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો અને હવે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.

શ્રીનિવાસ રાવના નિધનનું કારણ શું? 

અહેવાલો અનુસાર કોટા શ્રીનિવાસ રાવ છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા. જેના પછી તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે 'પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, જેમણે તેમના વર્સેટાઈલ રોલ્સથી સિનેમા દર્શકોના દિલ જીતી લીધા હતા, તેમના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમનું કલાત્મક યોગદાન અને લગભગ 4 દાયકામાં સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે.'

Tags :