Get The App

તેલગીનું સ્ટેમ્પ પેપર સ્કેમ સપ્ટેમ્બરમાં ઓટીટી પર

Updated: Jun 20th, 2023

GS TEAM

Google News
Google News
તેલગીનું સ્ટેમ્પ પેપર સ્કેમ સપ્ટેમ્બરમાં ઓટીટી પર 1 - image


- ગગન દેવરિયાર તેલગીની ભૂમિકા ભજવશે

- 'સ્કેમ' તથા 'સ્કૂપ' જેવી વેબ સીરીઝના  સર્જકોની નવી વેબ સીરીઝની તારીખ જાહેર

મુંબઇ : હર્ષદ મહેતાના શેરબજારનાં કૌભાંડની ગાથા કહેતી વેબ સીરીઝ 'સ્કેમ'ના જ એક નવા મણકા રુપે હવે અબ્દૂલ કરીમ તેલગીના બહુ ચર્ચિત સ્ટેમ્પ પેપર કૌભાંડ પર 'સ્કેમ'ની બીજી સિઝન આગામી સપ્ટેમ્બર માસમાં રીલીઝ થશે. 

અગાઉની 'સ્કેમ' જેમ આ નવી સિઝનના સુકાની પણ હંસલ મહેતા જ છે. જોકે, તેનું દિગ્દર્શન તુષાર હિરાનંદાણીનું છે. ઉલ્લેખનીય છે કે હંસલ મહેતાની વેબસીરીઝ 'સ્કૂપ' પણ હાલ બહુ ચર્ચાઈ રહી છે. નવી જાહેરાત અનુસાર આગામી બીજી સપ્ટેમ્બરે 'સ્કેમ, ધી અબ્દૂલ તેલગી સ્ટોરી'  ઓટીટી પર રીલીઝ થવાની છે. સ્ટેમ્પ પેપર કૌભાંડી અબ્દૂલ તેલગીની ભૂમિકા ગગન દેવરિયાર નામનો અભિનેતા ભજવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ૨૦૦૩માં અબ્દૂલ કરીમ તેલગીનું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ બહાર આવ્યું હતું. તેણે આશરે ૨૦,૦૦૦ કરોડનાં નકલી સ્ટેમ્પ પેપર વેચ્યા હોવાનું કહેવાય છે. 

Tags :