Get The App

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 'રોશન સિંહ સોઢી' ગુમ, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

Updated: Apr 27th, 2024

GS TEAM

Google News
Google News
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 'રોશન સિંહ સોઢી' ગુમ, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ 1 - image

Tarak Mehta and Sodhi News | ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં અગાઉ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ ચાર દિવસથી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુચરણ સિંહના પિતાએ પાલમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં કહેવાયું છે કે, ‘મારો પુત્ર 22મી એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો પણ ત્યાં પહોંચ્યો ન હતો. હવે આ મામલે પોલીસમાં IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે.’

ક્યાંથી ગુમ થયાની ફરિયાદ... ? 

ગુરૂચરણ સિંહ આ કોમેડી સિરિયલમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવતા હતા. તે દિલ્હી એરપોર્ટથી ગુમ થયા હતા તેવું કહેવામાં આવે છે. આ અભિનેતાએ 2020માં સિરિયલ છોડી દીધી હતી. હવે તેમના ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ થતાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 'રોશન સિંહ સોઢી' ગુમ, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ 2 - image