તારા સુતરિયાનું હવે વીર પહારિયા સાથે ઈલૂ ઈલૂ
- વીર સારા અલીખાનનો એક્સ બોયફ્રેન્ડ છે
- તારાના એક્સ આદર જૈને લગ્ન કરી લીધાં બાદ હવે જાહ્નવીના બોય ફ્રેન્ડના ભાઈ સાથે રિલેશનમાં
મુંબઈ : તારા સુતરિયા અને વીર પહારિયા આજકાલ રિલેશનશિપમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને કેટલાંક સમયથી સાથે જોવા મળી રહ્યાં છે.
બંને તાજેતરમાં એક ફેશન શોમાં સાથે દેખાયાં હતાં. બાદમાં એકથી વધુ વખત તેઓ ડીનર ડેટ પર પણ સાથે જોવા મળ્યાં છે.
તારા સુતરિયાનું અફેર વર્ષો સુધી રણબીર-કરીનાના કઝીન આદર જૈન સાથે હતું. જોકે, આદરે તેની સાથે બ્રેક અપ બાદ અન્યત્ર મેરેજ કરી લીધાં હતાં. બીજી તરફ વીર અગાઉ સારા અલી ખાન સહિતની કેટલીક હિરોઈનો સાથે રિલેશનશિપ ધરાવી ચૂક્યો છે.
વીરનો ભાઈ શિખર પહારિયા જાહ્નવીનો બોય ફ્રેન્ડ છે. જાહ્નવી અને શિખર બંનેનાં સંબંધોને તેમના પરિવારજનો સ્વીકારી ચૂક્યા છે.
વીર પહારિયાનની પહેલી ફિલ્મ 'સ્કાયફોર્સ' તાજેતરમાં જ રીલિઝ થઈ ચૂકી છે.