તારા સુતરિયાએ વીર સાથેના સંબંધોની ઓનલાઈન કબૂલાત કરી
- કેપ્શનમાં વીરને પોતાનો ગણાવ્યો
મુંબઇ : તારા સુતરિયા હાલ વીર પહાડિયા સાથે ડેટિગ કરી રહી હોવાની ચર્ચા છે. હવે તેણે સોશિયલ મીડિયા પર આ રિલેશનશિપ કન્ફર્મ કરી છે.
તારા સુતરિયાએ પોતાનાં મ્યુઝિક આલ્બમનો એક વિડીયો શેર કર્યો હતો. તેના પર કોમેન્ટમાં વીર પહાડિયાએ તારાને તું મારી છો એમ કહી સંબોધી હતી. તારાએ પણ વીર પહાડિયાને તું મારો છો એમ જણાવ્યુું હતું. આ સાથે બંનેએ પોતાના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે તેમ મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તારા સુતરિયા પહેલા આદર જૈન સાથે સંબંધમાં હતી. તેઓ લગ્ન કરવાના હોવાની પણ ચર્ચા હતી. પરંતુ અચાનક જ તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. ત્યારબાદ તે જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઈ વીર સાથે રિલેશનમાં હોવાનું મનાય છે.