તારા સુતરિયા નવા બોયફ્રેન્ડ વીર સાથે ઈટલી ફરવા પહોંચી
- બંનેની સોશિયલ મીડિયા તસવીરો પરથી અટકળો
- વીરનું અગાઉ સારા સાથે, તારાનું અગાઉ આદર જૈન સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે
મુંબઇ : તારા સુતરિયા અને તેના નવા બોયફ્રેન્ડ વીર પહાડિયાની વાતો સોશિયલ મીડિયામાં સતત ચાલતી રહે છે. બંને તેમના સંબંધો અંગે કંઈ ખૂલ્લેઆમ બોલતા નથી પણ તાજેતરમાં બંને સાથે ઈટલી ફરવા પહોંચી જતા નવી અટકળોને વેગ મળ્યો છે. બંનેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર એકસરખી તસવીરોને આધારે આ અનુમાન થઈ રહ્યું છે.
બંનેની વેકેશનની બોટ રાઈડ સહિતની તસવીરોમાં સામ્ય જોવા મળ્યું છે. તે પરથી બંને સાથે હોવાનું મનાઈ રહ્યું છે.
તારાનું અગાઉ આદર જૈન સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે. જ્યારે વીર પહાડિયા સારા અલી ખાનનો એક્સ બોયફ્રેન્ડ છે. થોડા સમય પહેલાં વીર અને તારા સાથે રેમ્પ વોક કરતા દેખાયા હતા. ત્યારથી તેમના અફેરની અટકળો ચાલી રહી છે.
વીર પહાડિયાનો ભાઈ શિખર પહાડિયા જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ છે. શિખર અને જાહ્વવીના સંબંધોને બંનેના પરિવારો સ્વીકારી પણ ચૂક્યા છે.