શૈલેશ લોઢા બાદ 'તારક મેહતાના ઉલ્ટા ચશ્માં'માંથી વધુ એક એક્ટરે શૉ છોડ્યો
તારક મહેતાના ઉલ્ટા ચશ્માંના ટપુના શૉ છોડવાની અફવા સાચી સાબિત થઇ
આ શૉમાંથી છેલ્લા ઘણા સમયથી એક પછી એક એક્ટરો નીકળી રહ્યા છે
મુંબઈ, 6 ડિસેમ્બર 2022, મંગળવાર
ભારતની ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શૉ તારક મહેતામાંથી વધુ એક એક્ટર આ શૉ ને અલવિદા કરશે. છેલ્લા ઘણા દિવસથી એવી ચર્ચા થઇ રહી હતી કે તારક મહેતાના ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ આ શૉ માંથી એકઝિટ થઇ જશે. જો કે દર વખતે તે આ વાતને રદિયો આપીને અફવા ગણાવી હતી. હવે રાજ અનડકટ ઉર્ફ ટપુએ ખુદ જ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી શૉ છોડવાની જાહેરાત કરી છે. રાજે આ જાહેરાતથી તેમના ચાહકોને નિરાશ કરી દીધા હતા.
તારક મહેતા શૉ માંથી વધુ એક એક્ટર એક્ઝિટ થશે
સોની ટીવી પર પ્રસારિત ધારાવાહિક તારક મહેતા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોને ઇન્ટરટેન્ટ કરી રહ્યું છે. આ વર્ષોમાં ઘણા એક્ટર શૉ સાથે જોડાયા તો ઘણા શૉ ને છોડીને જતા રહ્યા. હવે આ લિસ્ટમાં તારક મહેતા ઉલ્ટા ચશ્માંના ટપુ એટલે કે રાજ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. આ અગાઉ શૈલેશ લોઢાએ શૉ માંથી એક્ઝિટ કરી હતી હવે રાજ અનડકટે પણ તારક મહેતા શૉ માંથી એક્ઝિટ કરી છે.
રાજ અનડકટ છોડી રહ્યો છે શૉ
છેલ્લા ઘણા દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી કે તારક મહેતા સિરિયલના ટપુ એટલે કે રાજ અનડકટ શૉ ને છોડી રહ્યો છે જો કે આ ખબરને આફવા જ માનવામાં આવી રહી હતી જો આ વખતે ખુદ રાજ અનડકટે શૉ છોડવાની જાહેરાત કરી છે. તેણે પોતાના શોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે અટકળો અને પ્રશ્નોને વિરામ આપવામાં આવે અને અધિકારીક રૂપથી મારો નીલા ફિલ્મ્સ અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સાથે કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે. તારક મહેતાની પુરી ટીમ અને શૉ ના ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ.