પાંચ વર્ષથી સતામણી થતી હોવાનો તનુશ્રીનો નવો વિડીયો
- જોકે, કોણ હેરાન કરે છે તેની સ્પષ્ટતા નહિ
- કશુંક અઘટિત બની જાય તે પહેલાં મદદ કરો એવી સોશિયલ મીડિયા પર અપીલ
મુંબઈ : તનુશ્રી દત્તાએ પોતે પાંચ વર્ષથી હેરાન થઈ રહી છે અને કશુંક અઘિતટ બની જાય તે પહેલાં મારી મદદ કરો તેવી અપીલ સોશિયલ મીડિયા પર એક વિડીયો દ્વારા કરી છે. તેના દાવા અનુસાર પોતે ૨૦૧૮માં મી ટૂ કેમ્પેઈન શરુ કર્યું ત્યારથી તેની સતામણી થઈ રહી છે.
વિડીયોમાં તે રડતી રડતી પોતાની આપવીતી વર્ણવી રહી છે. જોકે, તેણે હાલ તેને કોણ હેરાન કરી રહ્યું છે તેની સ્પષ્ટતા કરી નથી.
તેણે જણાવ્યું છે કે ઘરમાં નોકરાણીઓ ટકતી નથી, તે તેને જાણી જોઈને પરેશાન કરે છે. ઘરમાં ચોરીઓ કરે છે. ઘરમાં ચારેકોર પથારા અને ગંદકી છે. આવામાં તેની હાલત પણ બગડી છે.
તેણે એક અન્ય વિડીયમાં કહ્યું હતું કે મને ફક્ત અંધારું દેખાય છે. ચિત્રવિચિત્ર અવાજો સંભળાય છે. મારા દરવાજા પાસે પણ અવાજો આવે છે. હું બિલ્ડિંગ મેનેજમેન્ટને ફરિયાદ કરીને થાકી ગઈ છે. તનુશ્રીના આ વિડીયો અંગે ચાહકોએ જુદા જુદા પ્રત્યાઘાત આપ્યા હતા.
કેટલાકે તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી પરંતુ કેટલાકે તે નવો તમાશો જ સર્જી રહી હોવાનું જણાવ્યું હતું.