તલાક બાદ આ એક્ટ્રેસે કરાવ્યુ 'ડિવોર્સ ફોટોશૂટ', ઉજવણી કરતા કહ્યું, મને પણ ખુશ રહેવાનો હક...
નવી મુંબઇ,તા. 3 મે 2023, બુધવાર
ભારતમાં છૂટાછેડા સામાન્ય નથી. લગ્ન કર્યા પછી, લોકો જીવનભર સાથે રહેવાનો પ્રયાસ કરે છે. અહીં લગ્ન વખતે સાત જન્મના વચન લેવામાં આવે છે. લોકો પોતાના લગ્નને યાજગાર બનાવવા માટે પ્રી-વેડિંગ શૂટ કરે છે અને ઘણા લોકો પોસ્ટ વેડિંગ શૂટ પણ કરે છે.
બીજી તરફ, એક મહિલાએ ડિવોર્સ પછી તેનું ફોટોશૂટ કરાવ્યું અને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, ખુશ રહેવાની જરૂર છે. આ મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો બીજીબાજુ શાલિનીના આ ફોટોશૂટને જોઈને યૂઝર્સ ચોંકી રહ્યાં છે. જોકે, મોટાભાગના યુઝર્સ અભિનેત્રીના સપોર્ટમાં પણ જોવા મળી રહ્યાં છે.
આ મહિલા ચેન્નાઈની ટીવી સ્ટાર શાલિની છે. શાલિનીએ તાજેતરમાં જ પોતાના ડિવૉર્સ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, એક્ટ્રેસ ડિવોર્સ ફોટોશૂટ કરીને આઝાદીની ઉજવણી કરી કરતી જોવા મળી રહી છે. એકટ્રેસે છૂટાછેડા બાદ ફોટોશૂટ કરાવ્યું હતું. લોકો તેને 'ડિવોર્સ ફોટોશૂટ' કહી રહ્યા છે.
એક્ટ્રેસ શાલિનીએ રિયાઝ નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેની એક પુત્રી રિયા પણ છે, પરંતુ હવે આ કપલ અલગના ડિવોર્સ થઇ ગયા છે. જોકે, તે પોતાના આ નિર્ણયથી એટલી ખુશ છે. શાલિનીએ તેના પતિ પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવાનો પણ આરોપ લગાવ્યો હતો.
અભિનેત્રી શાલિનીએ ટીવી સીરિયલ 'મુલ્લમ મલરામ'થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.